જેઇઆઇ ચેરિટીના નામ પર એકત્ર કરાયેલા નાણાંને લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોને અપાતા હોવાના આરોપસર કાર્યવાહી
ટેરર ફન્ડિંગને લઈને સરકાર સતત એક્શનમાં દેખાઈ રહી છે. એનઆઈએએ જમ્મુ કશ્મીરમાં ટેરર ફન્ડિંગને લઈને 16 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
જમાત-એ-ઈસ્લામી સાથે સબંધિત ટેરર ફન્ડિંગ મામલે આજે જમ્મુ-કાશ્મીરમાં એનઆઈએએ 16 સ્થળો પર દરોડા પાડ્યા છે. કિશ્તવાડમાં પાંચ અને બારામૂલામાં 11 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ છે એનઆઈએના એક સૂત્રએ જણાવ્યું કે, જેઇઆઇ ચેરિટીના નામ પર એકત્ર કરાયેલા નાણાંને લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરવા માટે આપી રહ્યું હોવાનો આરોપ છે.
એનઆઈએ કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લીધા છે જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે એનઆઈએ અનેક શંકાસ્પદ દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે. આ જ મામલે બુધવારે પણ જમ્મુ-કાશ્મીરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.