NIAની વિશેષ કોર્ટે 11 વર્ષ બાદ મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલે ફેંસલો સંભળાવ્યો છે. આ મામલે કોર્ટે અસીમાનંદ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. વર્ષ 2007માં હૈદરાબાદમાં થયેલાં વિસ્ફોટમાં 9 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 58થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે 10 આરોપીઓમાંથી 8 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં નબાકુમાર સરકાર ઉર્ફે અસીમાનંદનું નામ પણ સામેલ હતું. જે 8 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ બનાવવામાં આવી હતી જ તેમાં સ્વામી અસીમાનંદ અને ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભરત ભાઈ જામીન પર છે જ્યારે ત્રણ લોકો જેલમાં બંધ છે.
હૈદરાબાદની નામપલ્લીએ કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યાં
NIA મામલાની ચતુર્થ અતિરિક્ત મેટ્રોપોલિટન સત્ર સહ વિશેષ અદાલતે સુનાવણી પૂર્ણ કરી લીધી છે. ગત સપ્તાહે ફેંસલાની સુનાવણી સોમવાર સુધી ચાળી દીધી હતી. ત્યારે આજે આ મામલે કોર્ટ ચૂકાદો આપ્યો હતો.
કોણ કોણ હતા આરોપી?
બ્લાસ્ટ મામલે CBIએ સૌથી પહેલાં વર્ષ 2010માં અસીમાનંદની ધરપકડ કરી હતી. પરંતુ 2017માં તેઓને શરતી જામીન મળી ગયા હતા. અસીમાનંદને વર્ષ 2014ના સમજૌતા એક્સ્પ્રેસ બ્લાસ્ટ કેસમાં પણ જામીન મળી ગયા છે. આ ઉપરાંત એક આરોપી સુનીલ જોશીની તપાસ દરમિયાન હત્યા થઈ ગઈ છે. તો બે અન્ય આરોપી સંદીપ ડાંગે અને રામચંદ્ર કલસંગ્રા અંગે દાવો કરાઈ રહ્યો છે કે તેમની પણ હત્યા કરવામાં આવી છે. તપાસ દરમિયાન અસીમાનંદ અનેક વખતે પોતાના નિવેદનો બદલ્યાં હતા. તેઓએ પહેલાં સ્વીકાર કર્યો હતો જે બાદ ષડયંત્ર રચવાની ભૂમિકામાં સામેલ હોવાનો ઈન્કાર કરી દીધો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com