પહેલીવાર બન્યું છે, જ્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ત્રણ પાકિસ્તાની રાજકારણીઓને પોતાની ‘વોન્ટેડ’ લિસ્ટમાં સામેલ કર્યા છે. NIAએ આવા જ એક રાજકારણી આમિર ઝુબૈર સિદ્દીકીનો ફોટો જાહેર કરીને તેના વિશે જાણકારી આપવાનો આગ્રહ કર્યો છે, જે 26/11 જેવા આતંકી હુમલાઓના ષડયંત્ર રચતો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોલંબોમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં તહેનાત એક ચોથો અધિકારી પણ આ ષડયંત્રમાં સામેલ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ અધિકારીઓ હવે પાકિસ્તાન પાછા ફરી ચૂક્યા છે અને NIAએ તેમના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ માટે ઇન્ટરપોલને રિકવેસ્ટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
#NIA puts a former #Pakistani diplomat on its wanted list and released his photo, seeking information.
Read @ANI Story | https://t.co/BZyKGJaABh pic.twitter.com/2O5cC1buzr
— ANI Digital (@ani_digital) April 9, 2018
NIAએ ગયા ફેબ્રુઆરી મહિનામાં જ આમિર ઝુબૈર સિદ્દીકી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે, જ્યારે ત્રણ અન્ય અધિકારીઓના નામ હજુ સુધી જાણી શકાયા નથી.બે અન્ય પાકિસ્તાની અધિકારીઓને પણ ‘વોન્ટેડ લિસ્ટ’માં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ બંનેના કોડનેમ ‘વીનીથ’ અને ‘બોસ ઉર્ફ શાહ’ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com