• પીએફઆઇ સાથે જોડાયેલા રાજકોટના કેટલાક શખ્સોની એનઆઇએ અને એટીએસ દ્વારા નાણાકીય લેવડ-દેવડનું સર્ચ ઓપરેશન
  • અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠાના શકમંદોને ઉઠાવી લીધા

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બીનહિસાબી નાણાકીય લેવડ-દેવડ અંગે એનઆઇએ દ્વારા રાષ્ટ્ર વ્યાપી દરોડા પાડી અંદાજે 200 કરોડના બીન હિસાબી વ્યવહારોનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો. પીએફઆઇના એકમો ગુજરાતમાં હોવાનું એનઆઇએના ધ્યાને આવતા એટીએસની ટીમને સાથે રાખી અમદાવાદ, નવસારી, સુરત અને બનાસકાંઠાના 15 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે રાજકોટના કેટલાક શખ્સોને પીએફઆઇ સાથે સાંઠગાંઠ હોવાની શંકા સાથે સુરક્ષા એજન્સી દ્વારા છાને ખૂણે છાનભીન શરૂ કરી છે. ટૂંક સમયમાં જ રાજકોટના દેશદ્રોહીઓ બેનકાબ થશે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

22 નવેમ્બર 2006માં કેરળ નેશનલ ડેમોક્રેટિક ફન્ડ, કર્ણાટક ફોરમ ફોર ડિટિરી અને તાલિમનાડુની પાસરાઇ જેવી જુદા જુદા ત્રણ મુસ્લિમ સંગઠોનનું એકીકરણ થયા બાદ દેશના 20 જેટલા રાજયમાં પીએફઆઇ એકમો સ્થાપી દીધા હતા. પીએફઆઇના પ્રમુખ ઓએમએ સલામ અને ઉપપ્રમુખ ઇએમ અબ્દુલ રહીમાન છે. પીએફઆઇ વિશ્ર્વના 20 જેટલા દેશમાં એકમો સ્થાપ્યા છે. પીએફઆઇ દ્વારા અંદાજે 200 કરોડનો બીન હિસાબી વહીવટ અને વ્યવહાર કરવામાં આવ્યાની માહિતીની આધારે એનઆઇના 150 જેટલા ટોચના અધિકારીઓ દ્વારા છેલ્લા એક સપ્તાહથી પીએફઆઇના દેશના 15 રાજયમાં જુદા જુદા એકમો પર દરોડા પાડી હવાલા સહિતના બીન હિસાબી વહીવટ પકડી પાડયો છે.

એનઆઇએની તપાસ દરમિયાન પીએફઆઇના કેટલાક શખ્સો ગુજરાતમાં હોવાનું બહાર આવતા એટીએસની ટીમે છેલ્લા બે દિવસ દરમિયાન અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાં તપાસ શરૂ કરી 15 જેટલા શકમંદોની અટકાયત કરી તપાસ અર્થે એનઆઇએના અધિકારીઓને સોપવામાં આવ્યા છે.

પીએફએ સાથે રાજકોટના પણ કેટલાક શખ્સોની સંડોવણી હોવાની શંકા સાથે એટીએસ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટના શકમંદોના સ્થાનિક સંબંધો અને તેના નાણાકીય વહીવટ અંગે તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ રાજકોટના પણ શખ્સોની અટકાયત થશે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

પીએફઆઇના કયાં રાજયના કેટલા શકમંદની અટકાયત?

પોપ્યુલર ફ્રન્ડ ઓફ ઇન્ડિયા સાથે સક્રિય રીતે જોડાયેપલા અને 200 કરોડના બીન હિસાબી વહીવટ અને વ્યવહાર કરતા જુદા જુદા રાજયના 170 જેટલા શખ્સોની એનઆઇએ દ્વારા અટકાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 15, કેરળના 22, મહારાષ્ટ્રના 20, કર્ણાટકના 20, તામિલનાડુના 11, આસામના 9, ઉત્તર પ્રદેશના 8, આંધ્ર પ્રદેશના 5, મધ્ય પ્રદેશના 4, દિલ્હીમાં 12, રાજસ્થાનમાં 2 અને પોંડિચેરીમાં 2 શખ્સોની અટકાયત કરી છે. 170 શખ્સોની પૂછપરછમાં કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવી હોવાથી ટૂંક સમયમાં પીએફઆઇના બીન હિસાબી વ્યવહાર કરનાર શખ્સોનો આંક વધે તેમ હોવાના નિર્દેશ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.