નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ગઈકાલે નાયલોન કે સિન્થેટીક કાચ દ્વારા બનાવાયેલ માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામા આવ્યો છે. કે જેના દ્વારા પશુ પક્ષી કે લોકોને ઈજા પહોચતી હોય અને જે વાતાવરણમાં નુકશાન ફેલાવતા હોય આ બંધાના કારણે પતંગ રસીકોને હવે કાચ દ્વારા બનાવાયેલ ધારદાર માંજાનો ઉપયોગ કરવા નહી મળે.
એનજીટીની દ્વારા ચીફ જસ્ટીસ સ્વતંત્રકુમારની આગેવાનીમાં મળેલી બેઠકમાં કાચના ઉપયોગથી બનાવવામાં આવેલા નાયલોનના કે નોન બાયોડીગ્રેડેબલ સિન્થેટીક મટીરીયલનાં માંજાનાં ઉત્પાદન, વેચાણ, સંગ્રહ ખરીદી કે વપરાશ પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ગ્રીનપેનલ દ્વારા નાયલોન પર પણ પ્રતિબંધની ‚એ એ ચાઈનીઝ નાયલોન અને કોટનને પણ પ્રતિબંધીત કરવો જણાવવામાં આવ્યું હતુ કે જેને કાચથી મઢીને બનાવવામાં આવે છે. અને તે મનુષ્ય અને પક્ષીઓ બંને માટે હાનીકારક છે. સિન્થેટીક કે નાયલોન કોઈપણ મટીરીયલના પતંગ ઉડાડવા માટેના તમામ માંજાઓ માટે ગ્રીન બેંચ દ્વારા પ્રતિબંધ માટેનો ઓર્ડર અપાયો હતો. તેમજ રાજય દ્વારા તમામ જીલ્લાઓના ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટને આ પ્રતિબંધને તાત્કાલીક અસરથી અમલી બનાવવાનો ટ્રીબ્યુનલ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હતો.