રાજકોટ એલનના નવા કેમ્પસનો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રારંભ: 3 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા કેમ્પસમાં બધા જ વર્ગો એક જ જગ્યાએ ચાલશે, સમગ્ર કેમ્પસ વાતાનુકૂલિત
એન્જીનીયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે ખ્યાતિ પ્રાપ્ત એલન કેરિયર ઇન્સ્ટીટ્યુટ વિદ્યાર્થીઓની સુવિધા માટે સતત પ્રયત્નશીલ છે. રવિવારે રાજકોટમાં એલનના નવા કેમ્પસની શરૂઆત થઇ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રિબન કાપીને એલન રાજકોટ સેન્ટરનો શુભારંભ થયો હતો. આ અવસર પર એલનના વાઇસ પ્રેસિડન્ટ પંકજ કાબરા, રાજકોટ સેન્ટરના એકેડેમિક હેડ રજનીશ શ્રીવાસ્તવ સહિત સેન્ટરના તમામ ફેકલ્ટીઓ હાજર રહ્યા હતા.
રાજકોટમાં ત્રણ અલગ-અલગ જગ્યા પર એલનના સ્ટર્ડી સેન્ટર ચાલતા હતા. જેને એક જ સ્થાને જોડીને કાલાવડ રોડ પર સયાજી હોટેલ સામે યુવરાજ કોમ્પ્લેક્સમાં તેની શરૂઆત કરાઇ છે. એલન રાજકોટના એકેડેમિક હેડ રજનીશ શ્રીવાસ્તવે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એલન હમેંશા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધા મળતી રહે તે માટેના પ્રયાસો કરે છે. હાલ તો એલનમાં ફક્ત સાયન્સના વિદ્યાર્થીઓ માટેના કોચિંગ ક્લાસ શરૂ છે પરંતુ આગામી દિવસોમાં કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ અગ્રેસર બનશે. આગામી વર્ષમાં નીટની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી એલન રાજકોટના ટોપ-20માં ત્રણ બાળકો હશે તે નિશ્ર્ચિત છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નવા કેમ્પસની આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પસની ક્ષમતા 3 હજાર વિદ્યાર્થીઓની છે. જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટું કેમ્પસ છે. હવે વિદ્યાર્થીઓને શહેરના અલગ-અલગ કેમ્પસમાં નહીં જવું પડે બધા જ વર્ગો એક જ કેમ્પસમાં ચાલશે અને સમગ્ર કેમ્પસ વાતાનુકૂલિત છે ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસ સમયે ખૂલ્લું વાતાવરણ પણ મળશે. આ ઉપરાંત કેમ્પસમાં લાઇબ્રેરી, કોમ્પ્યૂટર લેબ, બે સ્ટર્ડી એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ પહેલા રાજકોટ એલનએ ટોપર્સ ટોકશોનું આયોજન કર્યું હતું. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં આયોજીત ટોપર ટોક શોમાં નીટ-2021માં ગુજરાત રાજ્યમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં પાંચમો રેન્ક પ્રાપ્ત કરનાર એલન રાજકોટના ક્લાસરૂમ વિદ્યાર્થી ઋતુલ છગ તેમજ નીટ-2020માં ગુજરાત રાજ્યમાં પ્રથમ તેમજ સમગ્ર ભારતમાં દશમો રેન્ક પ્રાપ્ત કરનાર એલન રાજકોટ ક્લાસરૂમ વિદ્યાર્થી માનીત માત્રાવડિયાએ પોતાના અનુભવો વિદ્યાર્થીઓને જણાવ્યા. તેઓએ જણાવ્યું કે સફળતા માટે અભ્યાસનું આયોજન કેવું હોવું જોઇએ. એલનના વાઇસ પ્રેસીડન્ટ પંકજ કાબરા તેમજ રાજકોટ એલનના એકેડમીક હેડ રજનીશ શ્રીવાસ્તવે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. આ દરમિયાન એક ઓપન સેશન પણ યોજાયું હતું. જેમાં એલન રાજકોટના તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ આપી સન્માનીત કર્યા. ફ
એજ્યુકેશનમાં એલનનો રોલ મહત્વનો : વિજયભાઈ રૂપાણી
એલન ઇન્સ્ટિટયૂટ ના નવા સોપાન ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનેક મહત્વપૂર્ણ વાતો કરી હતી અને જણાવ્યું હતું કે હાલ ભારત શિક્ષણ ક્ષેત્રે હબ બની રહ્યું છે અને આવનારા સમયમાં શિક્ષણમાં એલન નો રોલ ખૂબ જ મહત્વનો બની રહેશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે એલન ઇન્સ્ટિટયૂટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જે મહેનત કરી રહ્યું છે તેનાથી તેનું પરિણામ ખૂબ જ સારું આવશે અને પુજીત રૂપાણી ટ્રસ્ટ ના અનેક વિદ્યાર્થીઓ પણ અહીં અભ્યાસ કરતા હોવાથી તેની ગુણવત્તાનો આભાસ થઈ શકે છે. ઉમેર્યું હતું કે હાલ જે ક્ષમતા ઊભી કરવામાં આવી છે તેમાં પણ ઘણો ખરો વધારો થશે અને આશરે એક જ જગ્યા પર સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ અને એન્જિનિયરિંગનો અભ્યાસ સુચારુ રૂપથી કરી શકશે.