- જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયો વરસાદના વરતારાનો પરિસંવાદ
- જૂનના બીજા સપ્તાહમાં વાવણીના અણસાર: 54થી 55 જેટલા વરસાદના દિવસો રહેશે: જૂનના બીજા અઠવાડિયાથી શરૂ થઈ ઓક્ટોબરની 20 તારીખ આસપાસ ચોમાસુ પૂરું થશે
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠક મળે છે. જેમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને વર્તારો કરવામાં આવતો હોય છે. ત્યારે આ વર્ષે ગુજરાતભરમાંથી આવેલા 60 જેટલા આગાહીકારોએ વર્ષ 2024 ના વરસાદ માટે આગાહી કરી હતી.
જેમાં આ વર્ષે 12 થી 14 આની જેટલો વરસાદ થાય તેવો વર્તારો આગાહીકારો દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, ચોમાસું સારું જશે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષથી વર્ષાવિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા આગામી ચોમાસાની લાંબાગાળાની આગાહીઓ એકત્ર કરવા તેમજ વિવિધ સંબંધે અભ્યાસુ આગાહીકારોને એકમંચ પર ભેગા થયાં હતાં. ચોમાસા પૂર્વે કૃષિ યુનિ. કેમ્પસમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં 30મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતભરના 60 આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા.
અહી ઉપસ્થિત રહેલા હવામાનશાસ્ત્રીઓ અલગ અલગ પ્રકારે ચોમાસાના પૂર્વાનુમાનની આગાહી કરતા હોય છે. જેમા આગાહીકારોના મતે આગામી ચોમાસું 14 આની રહેશે તેવું જણાવાયું.
તેમજ આગાહીકારોના મતે 55 થી 60 ઈંચ વરસાદ રહે તેવું પુર્વાનુમાન કરાયું. એકંદરે આગામી ચોમાસુ સારુ રહેશે. આકાશમાં બંધાતા ગર્ભને લઈને પણ આગાહીકાર દ્વારા આગાહીઓ કરતા હોય છે જેમાં મોહનભાઈ દલસાણીયા નામના આગાહીકાર દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષે ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે દરેક નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્રથી લઈને તમામ નક્ષત્રમાં ખૂબ જ સારો વરસાદ પડશે.
35 વર્ષથી આગાહી કરતા મોહનભાઈએ આ વર્ષે પણ ખૂબ જ સારો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે અને વર્તારો કરતાં તેમણે જણાવ્યું છે કે ખેડૂતોને આ વર્ષે માલા માલ કરી દેશે તેઓ વરસાદ જોવા મળશે.
મહત્વનું છે કે,પશુ,પક્ષી અને વનસ્પતિઓમાં થતા બદલાવને લઈને આગાહીકાર આગાહી કરતા હોય છે. જેમાં પોરબંદર જિલ્લાના ભીમભાઇ ઓડેદરાએ આ વખતે આગાહી કરી છે કે, સૌથી વધુ ચોમાસુ આ વર્ષે જોવા મળશે. પક્ષી તેમજ વનસ્પતિમાં જોવા મળેલા બદલાવને લઈને મોટાભાગના દિવસોમાં વરસાદ રહેશે. જૂન મહિનાના વાવણી લાયક વરસાદ થઈ જશે. ત્યારબાદ જુલાઈ અને ઓગસ્ટમાં પણ ખૂબ જ સારો વરસાદ પડશે. આ વર્ષે તળાવ અને કુવાઓમાં પાણીનો સંગ્રહ પણ સારો એવો થઈ જશે. આ વર્ષે 12થી 14 આની જેટલું વર્ષ રહેવાની આગાહી કરવામાં આવી છે. 54થી 55 જેટલા વરસાદના દિવસો રહેશે. જૂનના બીજા અઠવાડિયાથી શરૂ થઈ ઓક્ટોબરની 20 તારીખ આસપાસ ચોમાસુ પૂરું થશે.આગાહીકારો જુદી-જુદી 13 જેટલી પ્રાચીન માન્યતાઓ અને પદ્ધતિના આધારે તારણ કાઢતાં હોય છે. જેમાં ભડલી વાક્યો, જ્યોતિષ વિદ્યા, ખગોળ વિદ્યા, લોક વાયકા, વનસ્પતિના લક્ષણો, પશુ-પક્ષીના ચેષ્ટા, સેટેલાઈટ ચિન્હો, આકાશમાં કસની તારીખો, જન્મભૂમિના પંચાગના માઘ્યમ, શિયાળામાં બંધાયેલ ગર્ભ, શિયાળા-ઉનાળાનું તાપમાન, અખાત્રીજના દિવસે પવનની દિશા અને હોળીની જાળના આધારે પૂર્વાનુમાન કરીને તારણ કાઢવામાં આવે છે
જુદી-જુદી પ્રાચિન માન્યતાના આધારે થતી આગાહી
આગાહીકારો જુદી-જુદી 13 જેટલી પ્રાચીન માન્યતાઓ અને પદ્ધતિના આધારે તારણ કાઢતાં હોય છે. જેમાં ભડલી વાક્યો, જ્યોતિષ વિદ્યા, ખગોળ વિદ્યા, લોક વાયકા, વનસ્પતિના લક્ષણો, પશુ-પક્ષીના ચેષ્ટા, સેટેલાઈટ ચિન્હો, આકાશમાં કસની તારીખો, જન્મભૂમિના પંચાગના માઘ્યમ, શિયાળામાં બંધાયેલ ગર્ભ, શિયાળા-ઉનાળાનું તાપમાન, અખાત્રીજના દિવસે પવનની દિશા અને હોળીની જાળના આધારે પૂર્વાનુમાન કરીને તારણ કાઢવામાં આવે છે.