ગુજરાતીઓ વરસાદની રાહ ન જોતા. કારણ કે, ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ત્યારે શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા છે. આ બાદ બીજી હિમ વર્ષા 14 ઓક્ટોબર આવશે. 17-19 ઓક્ટોબરે ભારે હીમવર્ષા ઉત્તરીય પ્રદેશોમાં થશે. જેના કારણે રાજસ્થાનના ગુજરાત સાથે સંલગ્ન ભાગોમાં વરસાદ થશે.
ચોમાસાની વિદાય સાથે વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળ્યો: બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડક અનુભવા. રહી છે
આખરે હવામાન વિભાગે જાહેરત કરી દીધી કે, રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લીધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, ગરમી સાથે અનેક વાવાઝોડા આવવાની શક્યતા છે.
નવરાત્રિમાં વરસાદની આગાહી વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, 17 ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. ગુજરાતમાં વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 12 ઓક્ટોબરે આરબ સાગરમાં હાઇપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે. પૂર્વીય દેશો તરફથી આવતા ચક્રવાતના આવશેષ રૂપે બંગળાની ખાડીમાં હલચલ રહેશે. 16-24 નવેમ્બરમાં પણ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે. ચોમાસાની વિદાય સાથે આજે સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. હાલનો સમય ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્જેસ્ટ મહિનો હોવાથી હવેના સમયે ઠંડી અને ગરમીનું વાતાવરણ રહેશે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડક અનુભવાય છે. જોકે હાલ ખરી ઠંડીની શરૂઆત થઈ નથી.