આસામ સામેનો મેચ ડ્રોમાં પરિણમ્યો: પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રને મળ્યા ત્રણ પોઇન્ટ: જય ગોહિલ મેન ઓફ ધ મેચ
ગુવાહટી ખાતે આસામ ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી સૌરાષ્ટ્ર અને આસામ વચ્ચેની પ્રથમ રણજી ટ્રોફી મેચ ડ્રોમાં પરિણમી છે. પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રની ટીમને ત્રણ પોઇન્ટ જ્યારે આસામની ટીમને એક પોઇન્ટ મળ્યો છે.
સૌરાષ્ટ્ર હવે પછીની રણજી મેચની મેચ મહારાષ્ટ્ર સામે આગામી 20 થી 23 ડિસેમ્બર દરમિયાન ઘર આંગણે અર્થાત્ ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમશે. આસામ સામેની પ્રથમ ડેબ્યુટાન્ટ જય ગોહિલે ઇતિહાસ રચતા બેવડી સદી ફટકારી હતી. જયને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો છે.