ગુજરાતમાં સરકારી નોકરી માટે લેવામાં આવતી વધુ એક પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાનારી સાયન્ટિફિક ઓફિસર અને ફિઝિસ્ટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સાયન્ટિફિક ઓફિસરની પરીક્ષા 9 નવેમ્બરે યોજાવાની હતી, જ્યારે ફિઝિસ્ટની પરીક્ષા 26 નવેમ્બરે યોજાનારી હતી. વહીટટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને વહીવટી કારણોસર આ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી: જીપીએસસી દ્વારા પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરશે
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 9 નવેમ્બરે લેવાનારી સાયન્ટિફિક ઓફિસરની અને 26 નવેમ્બરે યોજાનારી ફિઝિસ્ટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને વહીવટી કારણોસર આ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જીપીએસસી દ્વારા આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે.
તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા અગાઉ મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની સુચિત તારીખ જાહેર કરવામાં આવી છે. હિસાબી અધિકારીની સ્પર્ધાત્મક પરીક્ષા 1થી 4 નવેમ્બર દરમિયાન લેવામાં આવશે. તો 9 નવેમ્બરે અધિક્ષક અભિલેખાગારની પરીક્ષા પણ લેવાશે.