ભારત સરકારના ગ્રામીણ કૃષિ હવામાન સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા હવામાન ખાતા તરફથી મળેલ માહિતી અનુસાર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારનાં રાજકોટ જિલ્લામાં આગામી તા.૧૪-૦૮-૨૦૧૯ થી તા.૧૮-૦૮-૨૦૧૯ દરમ્યાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું રહશે.

તા. ૧૫ થી ૧૭ ના રોજ હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. પવનની દિશા નૈઋત્યની રહેવાની અને પવનની ઝડપ  ૧૪ થી ૨૦ કીમી/કલાક રહેવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૦–૩૧ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૪-૨૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.