આઝાદી કાળથી આપણા દેશનું કરવેરાનું માળખું એટલું જટિલ હતું કે વેપારી જેટલા ટેક્ષથી નહોતા ડરતા તેનાથી વધારે ટેક્ષની માયાજાળ અને તેના અધિકારીઓથી ડરતા હતા. ત્યાર બાદ સરકારે 2017 નાં જુલાઇ મહિનાથી દેશમાં જીએસટી અર્થાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષનો અમલ શરૂ કર્યો શરૂઆતમાં તેનો વિરોધ થયો પણ હવે સૌ ટેવાઇ ગયા છે. આ કાયદાના અમલ સાથે સરકારે જીએસટીકાઉન્સિલ બનાવી છે. આ કાઉન્સિલ બનાવવાનો નિર્ણય કેટલો દુરંદેશી વાળો હતો તે આજે ઇકોનોમિસ્ટોને સમજાય છે. કા્રણ કે બદલાતા સંજોગો સાથે કરવેરાનાં માળખામાં પણ બદલાવ જરૂરી હોય છૈ આ ફેરફારનાં સારા-નરસાં પાસા જીએસટી કાઉન્સિલ ચર્ચે છે અને ત્યારબાદ તેનો અમલ કરવામાં આવે છે. આગામી સપ્તાહે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશૈ જેમાં હાલમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને અમુક મહત્વનાં ફેરફારો આવી રહ્યા છે.
જીએસટી કાઉન્સિલની 50 મી મિટિંગમાં અમુક એવી લઘુ ઉદ્યોગો વાળી ખાદ્ય આઇટેમોને જીએસટી માળખામાંથી મુક્તિ આપવામાં આવશૈ જેનાથી નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. કાઉન્સિલને શરૂઆતમાં જે ઉદ્યોગોનું મહત્વ સમજાયું નહોતું તેવા પાપડ અને કચરીનાં જેવી ખાદ્ય સામગ્રી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેના ઉપરથી જીએસટી દૂર કરવાની અથવા તો ઘટાડીને માત્ર પાંચ ટકા કરવાની દરખાસ્ત તૈયાર થઇ છૈ. હાલમાં આવી નાસ્તાની આઇટેમો ઉપર 18 ટકા ટેક્ષ લગાવવામાં આવે છે. આજ રીતે દવાઓ ઉપર અને દવા તરીકે આહારમાં લેવાતી આઇટેમો ઉપર પણ જીએસટી ઘટાડીને 12 ટકા કરવાની દરખાસ્ત છે. સાથે જ નાના ઉદ્યોગો જેવા કે ઇમિટેશન જરીનાં દોરા, યાર્ન વગેરે ઉપરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવાની દરખાસ્ત છે.આ ઉપરાંત દેશમાં વધી રહેલા ઓનલાઇન ગેમીંગનાં કારોબારને ટેક્ષનાં દાયરામાં લાવવાની દરખાસ્ત થઇ છે.
આમ તો ગ્રુપ ઓફ ફાયનાન્સ મિનીસ્ટરની ટીમે સર્વાનુમતે આ પ્રપોઝલ મંજૂર કરી છે જેમાં 28 ટકા જીએસટી લગાવવાની વાત છે. પરંતુ ગેમની કુલ કિંમત ઉપર ટેક્ષ લગાવવો કે ગેમમાં થતી આવક ઉપર લગાવવો તે હવે કાઉન્સલ નક્કી કરશે. આજ રીતે અશ્વદોડ અને કેસિનોના કારોબાર ઉપર પણ 28 ટકા જીએસટી લગાવવામાં આવે તેવી સંભાવના છે. આમછતાં ગોવા સરકારનાં પ્રતિનિધીઐ 18 ટકા ટેક્ષની તરફેણ કરી છે. ગ્રુપ ઓફ મિનીસ્ટરની ટીમમાં મેઘાલય, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગણા તથા ગોવા જેવા રાજ્યોનાં પ્રધાનોનો સમાવેશ થાય છે. હોર્સ રેસિંગ સહિતની ઉપરોક્ત ત્રણેય રમતો માટે દેરેક રાજ્યોનાં પ્રતિનિધીએ આપેલા મંતવ્યો જુદા-જુદા હોવાથી કરનું માળખું નક્કી કરવાનું કાઉન્સિલ ઉપર છોડાયું છે.
સફરજનનાં બોક્સ ઉપર હાલમાં 18 ટકા જીએસટી લાગે છે જે કદાચ યથાવત રહેશે. આજ રીતે ફ્લેક્સી ફ્યુલ ઉપર ચાલતા ટુ-વ્હિલરો અને ફોર-વ્હિલરો ઉપરનાં 28 ટકા જીએસટી ને પણ યથાવત રાખવામાં આવે તેવી સંભાવના છે. આ વર્ષે સરકાર મિલેટ વર્ષ ઉજવી રહી છે પરંતુ બાજરા જેવા ખાદ્યાન્ન અને મિલેટસની વિવિધ પ્રોડક્ટસ ઉપર હાલમાં 12 થી 18 ટકા જીએસટી લાગે છે જેમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. સિનેમાઘરોમાં વેચાતા ખાદ્યપદાર્થો તથા પીણાંઓ ઉપર હાલમાં જે પાંચ ટકા ટેક્ષ લાગે છે તેમાં જે સપ્લાય અને વેચાણ બાબતે ગુંચવણ ચાલે છે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવે તેવી સંભાવના છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે ગત સપ્તાહે એક ખાસ જાહેરાત કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ નેટવર્ક અર્થાત જીએસટીએન ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઙખકઅ) નાં દાયરામાં લાવવાની જાહેરાત કરી છે. ઙખકઅ ની કલમ 66 અંતર્ગત કરાયેલા આ ફેરફારથી હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) અને ફાયનાન્શ્યલ ઇન્ટેલિજન્સ યુનિટ(ઋઈંઞ) ને જીએસટીએન નાં ડેટાબેઝ મેળવવાનો અધિકાર મળે છે. આ ફેરફારથી જીએસટી મારફતે થતા હવાલા પકડી શકાશે. આ ઉપરાંત સેબી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા ઉૠઋઝ જેવી બીજી સંસ્થાઓને પણ આ સત્તા આપવામાં આવી છે. મતલબ કે જીએસટી ના માધ્યમથી થતી હવાલા, કરચોરી કે નાણાની હેરાફેરી ઉપર ચાંપતી નજર રાખવા સરકાર સજ્જ થઇ છે.