વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટે.
દેશભરના અગ્રણી 1000થી વધુ ઉદ્યોગપતીઓની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધી મેળવનારાઓને પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડથી કરાશે સન્માનીત
દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશને આર્થિક મહાસતા બનાવવાના તૈયાર કરવામાં આવેલા રોડમેપ પર અર્થતંત્ર વેગવાન બનાવાય રહ્યું છે. અર્થતંત્ર માટે લઘુ મધ્યમ ઉદ્યોગ અને ઘરેલુ વેપારનો વિકાસ અનીવાર્ય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ મંડળ અને લઘુ મધ્યમ ઉદ્યોગ ચેમ્બર ઓફ ઈન્ડીયા દ્વારા રાજકીય કક્ષાના સેમીનારનું આયોજન કરવામાં વડાપ્રધાનના 74માં જન્મદિવસ 17 સપ્ટે. અમદાવાદ વસ્ત્રાપુરમાં હોટેલ હયાતમાં સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધીના રાજકીય સેમીનારમાં ઉદ્યોગ અને વેપાર વિકાસ અને ઔદ્યોગીક ઉત્પાદનમાં વૃધ્ધી માટે લઘુ મધ્યમ ઉદ્યોગની ભૂમિકા ભજવનારના આ સેમીનારનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે અને કેન્દ્રીય વેપાર ઉદ્યોગમંત્રી જગદીશભાઈ પંચાલ ખાસ ઉપસ્થિત રહેશે.
આ રાષ્ટ્રીય સ્તરના સેમીનારમાં ગુજરાત ઔદ્યોગીક વિકાસ મંડળના સ્થાપક પ્રમુખ ચંદ્રકાંત સાળુકે લઘુ મધ્યમ ઉદ્યોગ ચેમ્બર ઓફ ઈન્ડીયાના મહેન્દ્ર પટેલ, મમતામશીનરીગ્રુપ, મનીષ કિરી,નટવરલાલ પટેલ, મેઘમણી ઓર્ગેનીક, એનજે નાવડીયા, (નાવડીયા ગ્રુપ), પ્રકાશ ભટ્ટ સહિતના ઉદ્યોગતીઓ સેમીનારને સંબોધશે. દેશભરના 1000થી વધુ ઉદ્યોગપતિઓ સંસ્થાઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ સેમીનારમાં પોત-પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધી મેળવનારાઓની પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ ર0રરથી સન્માનીત કરવામાં આવશે.
આ સેમીનારમાં ઉદ્યોગીક વિકાસ અને તેમા પણ ખાસ કરીને નિકાસ, એન્જીનીયરીંગ, ઓટોમોબાઈલ, ફાર્મા, પેકેજીંગ , ફુડપ્રોસેસીંગ , રસાયરણ ઉદ્યોગ, ઈલેકટ્રીકલ, ઈલેકટ્રોનીકસ, કાપડ ઉદ્યોગ, આંતરમાળખાકીય સુવિધા, રીયલ્ટી, સર્વીસ પ્રોવાઈડ, શિક્ષણ, ઉત્પાદન સાથે લઘુ મધ્યમ ઉદ્યોગને જોડવા વિશ્ર્વની ઉભરતી બજારમાં વેપાર વિસ્તાર, ઉદ્યોગોના પડકાર, સમસ્યાઓનો ઉકેલ, ફરિયાદ નિવારણ, ફાયનાન્સ, રોકાણ, નિકાસ, કલ્સટર, કોર્પોરેટ જગત અને ઉદ્યોગીક પ્રોત્સાહનો માટે ચર્ચા વિચારણા થશે.
આ સેમીનારમાં ઉત્પાદન ઉદ્યોગ, નાના અને મધ્યમ ઉદ્યોગ માટેના પડકારો, તકો, વિકાસ, બદલાવ તેના ફાયદા સલામતી, સુરક્ષાના નિયમો ઔદ્યોગીક લાભો, સરકારી યોજનાઓ, પ્રોત્સાહન વિકાસ માટે મુડી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનારને સફળ બનાવવા ગુજરાત ઉદ્યોગ અને લઘુ મધ્યમ ઉદ્યોગ મંડળ દ્વારા જહેમત ઉઠાવવામા આવી રહી છે.