કોરોના વાયરસ કીડીખાઉથી માનવીમાં પ્રવેશ્યાની શંકા
ચીન સહીત વિશ્ર્વભરમાં પ્રસરેલો કોરોનાના વાયરસ કયાંથી માનવીમાં આવ્યો તે અંગે વિશ્ર્વભરમાં વૈજ્ઞાનિકો સંશોધનમાં લાગી ગયા છે ચીનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ પ્રથમ શંકા ચામાચીડયાથી માનવીમાં પ્રવેશ્યાની શંકા વ્યકત કરવામાં આવી હતી. હવે એવી કીડીખાઉ નામના સસ્તન પ્રાણીમાંથી માનવીમાં આવ્યાની શંકા વ્યકત થઇ રહી છે.
૨૬ માર્ચે પ્રસિઘ્ધ થયેલા સામાયિક નેચરના અંકમાં જણાવાયું છે કે કોવિદ-૧૯ને મળ્યો આવતો વાયરસ પેંગોલાન (કીડીખાઉ)માં જોવા મળ્યો છે. ચામાચીડીયા પછી કોરોના વાયરસગ્રસ્ત પરિવારમાં કીડીખાઉ એક સસ્તન પ્રાણી છે જેમાં કોરોના જેવો જ વાયરસ જોવા મળ્યો છે. જો કે આ સંશોધનમાં કીડીખાઉ સીધી રીતે તેના પ્રચાર માટે જવાબદાર નથી પણ આ નવો કોરોના વાયરસ પેદા કરવામાં કીડીખાંઉની મહત્વની ભૂમિકા છે.
વિશ્ર્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ ચામાચીડીયા કોરોના વાયરસના વાહક હોવાની વધુ સંભાવના છે પણ એ પહેલા અનય પ્રજાતિમાં પહોચ્યો હશે અને ત્યાંથી ચામાચીડીયામાં આવ્યો હશે અને ત્યારબાદ માનવીમાં પ્રવેશ્યો હશે.
અત્રેએ યાદ આપી એ કે કીડીખાંઉ એશિયા અને આફ્રિકાના દેશોમાં જોવા મળે છે અને તે લુપ્ત થતી જાતિમાં આવે છે.
ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કંઝર્વેશનમાં કીડીખાંઉની જવાબદારી સંભાળી રહેલા ડેન ચેંડલર કહે છે કે કીડીખાઉ કોરોના વાયરસનું વાહક માનવામાં આવે છે. કોરોના વાયરસના સ્ત્રોતને સમજવા માટે સૌની નજર કીડીખાંઉ પર ઠરી છે તે ચિંતાનો વિષય છે.
કીડીખાંઉની ૮ પ્રજાતિઓ વેપાર પર પ્રતિબંધ છે છતાં આખી દુનિયામાં તેની દાણચોરી થાય છે. પરંપરાગત ચીની ઔષધિ બનાવવા દર વર્ષે હજારો કીડીખાંઉની દાણચોરી થાય છે ચીન, વિયેટનામ અને એશિયાના કેટલાક દેશોમાં કીડીખાંઉનું માસ ખાવાનું ગૌરવ ગણાય છે. કોરોના વાયરસ શરીરના દ્રવ્ય, મળ અને માંસથી સહેલાઇથી ફેલાઇ શકે છે. એટલે ખાવા માટે કીડીખાંઉનો ઉપયોગ ચિંતાનો વિષય છે. કીડીખાંઉને હાડકા માટે મારવામાં આવે છે, જો કે માંસની સરખામણીએ તેના સંપર્કથી કોરોના ફેલાવવાનો ભય ઓછો છે.
ચીનમાં કીડીખાંઉ ખાવાની મનાઇ છે છતાં તમામ રેસ્ટોરન્ટમાં તે ખાવા મળી શકે છે. ચીનમાં ર૬ જાન્યુઆરી સુધી જીવતા જાનવરોના બજારમાં વેચાતા હતા પણ કોરોના વાયરસ જાહેર થયા બાદ આવા જીવતા પ્રાણીના બજાર બંધ કરી દેવાયાં છે.
૨૦૧૭ અને ૨૦૧૮ માં દાણચોરી સાથેની ઝુંબેશ વખતે જપ્ત કરાયેલા ૧૮ સુંડા કીડીખાઉના ટિસ્યુના નમુના લેવામાં આવ્યા હતા.તેના અભ્યાસથી સંશોધન કરનારાઓને જણાવ્યું કે ૧૮ કીડીખાંઉમાંથી પ કીડીખાઉના નમુનામાં કોરોના વાયરસ જોવા મળ્યા હતા. બાદમાં વૈજ્ઞાનિકોએ આ વાયરસની જનીન રચવાની સરખામણી એસએઆરએસ સીઓવી-ર સાથે કરી હતી.
પોતાના સંશોધનથી સાવધ કરતા સંશોધનકારોએ જણાવ્યું હતું કે ચામાચીડીયાથી જ કોરોના ને માનવી સુધી પહોચાડવામાં આવ્યા હોવાનું એ આ જનીનની સામ્યતાથી જ કરી શકાય નહીં જો કે તેનો ઇન્કાર પણ કરી શકાય તેમ નથી. આ સંશોધન પત્રમાં જણાવાયું છે કે ભવિષ્યમાં આવનારા કોરોના વાયરસના સંભવિત વાહકોની યાદીમાં કીડીખાંઉને રાખવા પડશે.
કોરોનાનું આ વૈશ્ર્વિક સંકટએ બાબત સ્પષ્ટ કરે છે કે ભવિષ્યમાં આવી મહામારી ફેલાતી અટકાવવા માટે કીડીખાંઉનું બજારમાં વેચાણ બંધ કરાવવું પડશે. તેમ કીડીખાંઉ બચાવવા માટે અભિયાન ચલાવનારી સંસ્થા ચલાવતા પોલ થોમસે જણાવ્યું હતું. કીડીખાંઉમાં રહેલા આ વાયરસ પર સંશોધન કરવું જોઇએ. અને સાર્ક કોવ-ર વાયરસને માનવીમાં ફેલાવવાની ક્ષમતા ધરાવતા અન્ય પ્રજાતિઓની પણ શોધ કરવી જોઇએ. વૈજ્ઞાનિક અને વન્ય જીવ સંરક્ષણ કરનારાઓનું કહેવું છે કે આ ભૂલથી આપણને એ સમજાયું કે જાનવરોની દાણચોરી રોકવી જોઇએ અને ભવિષ્યમાં આવો કોઇ વાયરસ ત્રાટકે એ પહેલા તેને ખાવાનું બંધ કરવું જોઇએ.
કીડીખાઉમાં કોરોના વાયરસ જેવા જ જનીન
નવા સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે કીડીખાંઉમાં જોવા મળતા કોરોના વાયરસના જનીનની રચના હાલના કોરોના વાયરસની સંરચના સાથે ૮૮.૫ ટકાથી ૯૨.૪ ટકા સુધી મળતી આવે છે.