ન્યૂઝક્લિક ઓફિસને દિલ્હી પોલીસે સીલ મારી દીધું છે. ફોરેન ફંડિંગને લઈને મંગળવાર સવારથી જ દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી. હાલમાં મળતા સમાચાર મુજબ દિલ્હી પોલીસે ન્યૂઝક્લિકના સંસ્થાપક અને મુખ્ય સંપાદક પ્રબીર પુરકાયસ્થની ધરપકડ કરી છે. પોલીસે તેમણી આતંકવાદ વિરોધી કાયદા, ગેરકાયદે પ્રવૃત્તિઓ અંતર્ગત ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે સ્પેશિયલ સેલમાં યુએપીએ મામલામાં હાલ પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની ધરપકડ કરાઈ છે.

આ મામલે દિલ્હી પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં કુલ 37 પુરુષ અને 9 મહિલા સંદિગ્ધોની પૂછપરછ કરાઈ છે. તેમના મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુ જપ્ત કરી લેવાઈ છે.

પ્રબીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની ધરપકડ સાથે 46 લોકોની પૂછપરછ

મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે ચીનના સમર્થનમાં પ્રચાર કરવા માટે રુપિયા લેવાના આરોપમાં યુએપીએ અંતર્ગત નોંધાયેલા એક કેસની તપાસ અંતર્ગત સમાચાર પોર્ટલ ન્યૂઝક્લિકની ઓફિસને સીલ કરી દીધી છે.

દિલ્હી પોલીસે મંગળવારે સમાચાર પોર્ટલ અને તેમના પત્રકારો સાથે જોડાયેલા 30 ઠેકાણાંની તલાશી લીધી હતી. જે બાદ સંસ્થાપક અને મુખ્ય સંપાદક પ્રબીર પુરકાયસ્તને સમાચાર પોર્ટલના દક્ષિણી દિલ્હી સ્થિત કાર્યાલય લઈ જવાયા હતા, જ્યાં ફોરેન્સિક ટીમ હાજર હતી. સૂત્રોએ કહ્યું કે જે પત્રકારોની પૂછપરછ કરાઈ તેમાં ઉર્મિલેશ, અનિંદ્યો ચક્રવર્તી, અભિસાર શર્મા, પરંજોય ગુહા ઠાકુરતાની સાથે સાથે ઈતિહાસકાર સોહેલ હાશમી પણ સામેલ છે. આ મામલે દિલ્હી પોલીસે ન્યૂઝક્લિક અને તેના પત્રકારો સાથે જોડાયેલા 30 પરિસરો પર મંગળવારે દરોડા પાડ્યા હતા.

ન્યૂઝક્લિક વિરુદ્ધ આ કાર્યવાહી તે આરોપ બાદ કરાઈ જેમાં તેમણે ચીનના સમર્થનમાં પ્રચાર કરવા માટે રુપિયા મેળવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે પત્રકાર ઉર્મિલેશ, ઔનિંદ્યો ચક્રવર્તી, અભિસાર શર્મા અને પરંજય ગુહા ઠાકુરતાની સાથે સોહેલ હાશમીની વિત્રિન્ન મુદ્દાથી સંબંધિત 25 સવાલ પૂછ્યા. જેમાં તેમની વિદેશ યાત્રાઓ, શાહીન બાગ પ્રદર્શન, ખેડૂત પ્રદર્શન અને અન્ય સંબંધિત સવાલ સામેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.