ટ્રમ્પે પત્રકાર પરિષદમાં કરેલા નિવેદનનું ખોટુ અર્થધટન કરાયાની સ્પષ્ટતા કરાઇ
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસ ભારતમાં ન ફેલાય તે માટે કેન્દ્ર સરકારે અગમચેતીના ભાગરૂપે અગમચેતીના ભાગરૂપે લોકડાઉન સહિતના અનેક પગલા લીધા હતા. જેમાં દેશમાં કોરોનાના ઇલાજમાં મદદરૂપ થતી હાઇડ્રોકસી કલોરોકિવાઇન અને પેરાસીટામોલનો જથ્થો જળવાય રહે તે માટે કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકયા છે. અમેરિકાના મોટાભાગના રાજયોમાં કોરોના વાયરસ કોહરામ મચાવી રહ્યો છે. ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારને આ દવાઓની નિકાસ પર છુટ આપવા માંગ કરી હતી. જેને લઇને અમુક મિડિયાઓએ આ દવાની મોકલવા માટે ટ્રમ્પે ભારતને ધમકી માર્યાની વાતો ફેલાવી હતી. પરંતુ ગઇકાલે આ અંગે સ્પષ્ટતા થઇ છે કે ટ્રમ્પ આ દવા મોકલવા માટે ભારત સરકારને ધમકી આપી ન હતી.
આ અંગે અમેરિકાના ભારતીય રાજદુતવાસીના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે એક પત્રકાર પરિષદમાં પત્રકારે પુછેલા પ્રશ્ર્નના જવાબમાં રાષ્ટ્રપતિ ડોનાન્ડ ટ્રમ્પે આ બાબતે જણાવ્યું હતું કે કોરોના વાયરસના ઇલાજમાં ઉપયોગી એન્ટી મેલેરીયલ દવા હાઇક્રોકસી કલોરોકિવાઇન અને પેરાસીયમોલ મોકલવા જેઓ ભારતની મોદી સરકારને જણાવશે ટમ્પના આ નિવેદનને અમુક મીડિયાએ ખોટું અર્થઘટન કરીને ધમકી સમાન ગણાવ્યું હતું. પરંતુ હકિકતમાં ટ્રમ્પે માત્ર આ મુદ્દે ભારતની મોદી સરકારને આ દવાની જરૂરિયાત હોય નિકાસ છુટ કરવા જણાવશે તેમ કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે વિશ્ર્વભરમાં એન્ટી મેલેરીયા ડ્રગ્સ હાઇડ્રોકસી કલોરોકિવાઇન અને પેરાસીયમોલનું ભારત સૌથી મોટો ઉત્૫ાદક દેશ છે. વિશ્ર્વભરની જરુરીયાતની ૭ર ટકા આ દવાઓ ભારતમાં બને છે ટ્રમ્પની વિનંતી બાદ ભારત સરકારે પણ માનવતાના ધોરણે આ બન્ને દવાની નિકાસ પર આંશિક છુટ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે દેશમાં આ બન્ને દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓને વધારે ઉત્પાદન કરવા જણાવ્યું છે.