રિવરફ્રન્ટની સાથે આનુસંગિક બ્યુટીફિકેશનના વિકાસ કામોનું પણ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે ખાતમુહૂર્ત
છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેર જેવી જ માળખાગત અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેમ અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે અંદાજે રૂા. ર કરોડના ખર્ચે તૈયાર થનાર રીવરફ્રન્ટ સાથે આનુષંગીક બ્યુટીફિકેશનના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું.
રામોદ ગામે થનાાર વિકાસનું આ બેનમુન કાર્ય ગ્રામ્ય કક્ષાએ પણ શહેર કક્ષાના વિકાસનો જીવંત પુરાવો બની રહેશે. આગામી ટુંક સમયમાં જ રામોદ ખાતે સુવિધા પથ તથા સ્કુલનું નવું બીલ્ડીંગ તૈયાર થનાર છે, તેમ ઉમેરતાં મંત્રી રાદડીયાએ જણાવ્યું હતું કે લોકોએ જાગૃત બની રાજય સરકારના આ ઉમદા કાર્યને લોકસહયોગ આપવો જોઇએ જેથી ગામનો સર્વાંગી વિકાસ થાય. આખરે ગામોના વિકાસ થકી જ રાજય અને રાષ્ટ્રનો વિકાસ થશે.
આ તકે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ રામોદ જેવા છેવાડાના ગામમાં બે કરોડની માતબર રકમના ખર્ચે તૈયાર થનાર રીવરફ્રન્ટ અને અન્ય વિકાસ કામો માટે આ વિસ્તારના જાગૃત નાગરીકો અને અગ્રણીઓના અથાગ પ્રયત્નોને બિરદાવતાં ઉમેર્યું હતું કે રાજય સરકારના સૌનો સાથ સૌનો વિકાસના અભિમંત્ર સાથેના રાજયના સર્વાંગી વિકાસના અભિયાન થકી લોકોમાં જાગૃતિ અને વિકાસ પ્રત્યેની ભૂખને સકારાત્મક પ્રત્યૂતર સાંપડયો છે. રાજયનું દરેક ગામ તમામ માળખાકીય સુવિધાથી સજ્જ બને તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે.
કાર્યક્રમના પ્રારંભે મંત્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય લાખભાઇ સાગઠીયા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યનું ખાતમુહુર્ત કરાયું હતું. આ તકે સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી પૂર્ણસ્વરૂપ સ્વામીએ આશિર્વચનો પાઠવતા ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય ઇચ્છાશક્તિના એકત્વથી સામાજીક ઉત્થાનના સુંદર કાર્યો શકય બને છે તેમ જણાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ સમાજ સેવા એ જ પ્રભુ સેવાના હેતુને સિધ્ધ કરતા સામાજીક ઉત્થાન માટે સામાજીક અને લોકકલ્યાણની યોજનાઓના અમલીકરણને બિરદાવી હતી.
હાઇવેથી સાઇટ સુધીનો સુંદર માર્ગ, નદી ઉપર રીટેઇનીંગ વોલ તથા ઘાટ, સુંદર મંદીર, સ્ટેપ ગાર્ડન, ટોયલેટ બ્લોક, ઓફિસ બિલ્ડીંગ, કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ સાથેના સ્વામિનારાયણ ઘાટ નામકરણ થયેલ આ સમગ્ર રીવરફ્રન્ટ પ્રોજેકટ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અંદાજે રૂા. બે કરોડના ખર્ચે તૈયાર થનાર છે. આ પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, પૂર્વ ધારાસભ્યો ભાનુબેન બાબરીયા અને ચંદુભાઇ વઘાસીયા, જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી તથા મનીષભાઇ ચાંગેલા, સરપંચ ભાનુબેન પડારીયા અને ઉપસરપંચ મુકેશભાઇ ગજેરા, મામલતદાર વસોયા તથા તાલુકા વિકાસ અધિકારી હીંગરાજીયા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અગ્રણી અમિતભાઇ પડારીયાએ કર્યું હતું.
જામકંડોરણામાં સીસીટીવી પ્રોજેક્ટ તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ
જામકંડોરણા ખાતે રૂ. ૧૫ લાખના ખર્ચે પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કરતાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર લોકોની શાંતિ સલામતી અને સુખાકારી માટે અનેકવિધ પગલાંઓ લઇ સલામત ગુજરાતની વિભાવના ચરિતાર્થ કરી રહી છે. જેતપુર બાદ જામકંડોરણા ખાતે પણ રૂપિયા ૧૫ લાખના ખર્ચે ૨૭ જેટલા સીસીટીવી કેમેરા રૂપી તીસરી આંખ દ્વારા શહેરને સુરક્ષા પૂરી પાડશે. હવે લોકોને કોઇ પણ પ્રકારના ભય વગર સંપૂર્ણ સલામતીનો અહેસાસ થશે. મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે આ પૂર્વે જેતપુર શહેરને પણ રૂ. ૩૫ લાખના ખર્ચે સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવેલ હતું. આવનારા સમયમાં વીરપુર સહિત અનેક ગામોમાં સલામતી
અર્થે સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ અમલી બનાવાશે અને લોકોની સુરક્ષામાં ઉમેરો કરાશે. રાજ્યની સુરક્ષા થકી વિકાસ વેગવંતો બનાવવા માટે તમામ પગલાં લેવામાં આવશે, તેમ મંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક બલરામ મીણાએ સમગ્ર પ્રોજેક્ટની માહિતી આપતા જણાવ્યું હતું કે અહીં કુલ ૨૭ કેમેરાથી સમગ્ર જામકંડોરણાના તમામ વિસ્તારોને આવરી લેવામાં આવે છે તેમજ ચાર ઓટોમેટિક નંબર પ્લેટ રિેકોગ્નીઝ સીસ્ટમ આધારિત કેમેરા ફીટ કરવામાં આવ્યા છે, જેના થકી નંબર પ્લેટ સોફ્ટવેરમાં સીધી અંકિત થઈ જશે. ભવિષ્યમાં નંબરના આધારે સંબંધિત વાહનની હિસ્ટ્રી પણ જાણી શકાશે આ પ્રકારે સીસીટીવી પ્રોજેકટથી કાયદો-વ્યવસ્થા અને લોકોની સુખાકારીમાં વધારો થશે તેમ બલરામ મિનાએ વધુમાં જણાવ્યું હતું. સીસીટીવી ફૂટેજ પ્રમાણ પુરાવા તરીકે પણ ઉપયોગી બની રહ્યા છે તેમજ સીસીટીવી કેમેરા લાગવાથી ગુનાખોરી ચોરી લૂંટફાટના ભેદ સરળતાથી ઉકેલી શકાય છે તેમ મીનાએ સુવિધા ઉપલબ્ધ થવા અંગે જણાવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ