હિતેશ રાવલ,સાબરકાંઠા: એક તરફ કોરોના મહામારીમાં ધંધા રોજગાર બંધ હતા. જેથી આર્થિક સ્થિત થોડી કપળી બની છે. જયારે બીજી તરફ મોંઘવારીએ મઝા મૂકી છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, અને દૂધના ભાવમાં વધારો થયો છે. આ બધા ભાવ વધારા વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. સાબરડેરી સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે જીવાદોરી સમાન છે. આ જીવાદોરી સમાન ડેરીએ આજે અમુલ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે.
ગુજરાતની સાબરડેરીએ અમુલ ઘીમાં કિલોએ 11 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. અમુલ ઘીના 1 કિલોનો 431 રૂપિયા ભાવ હતો. જેમા 11 રૂપિયાનો ઘટાડો થતા નવો ભાવ 420 રૂપિયા થયો છે..અમુલ ઘીના 15 કિલોના ટીનનો ભાવ 6,465 હતો, જે હવે 6300માં મળશે.
આ સાથે 15 કિલો ઘીના ડબ્બામાં ભાવ પણ ઘટાડો કરાયો છે. સાબરડેરી દ્વારા છેલ્લા બે મહિનામાં બે વાર ભાવ ઘટાડો કરાયો છે. આ પહેલા પણ 3 જૂને પણ 12 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અમુલ ઘી સાથે સાબરડેરી એ લુઝ ઘીના ભાવમાં કિલોએ 11 રૂપિયાનો ઘટાડો કર્યો છે.