રાજકોટમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોય તંત્ર સાથે શહેરીજનોને પણ મોટો હાશકારો થવા પામ્યો છે.શહેરમાં કોરોનાની મહાત આપી સજા થનારણની સંખ્યા 96 ટકાને પાર થઈ જવા પામી છે.બીજી તરફ કોવિડથી થતા મૃત્યુના દરમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યુ છે.રાજકોટમાં ગઈ કાલે કોરોનાના 3013 ટેસ્ટ કરાયા હતા.કાલે 168 પોઝીટીવ કેસ મળી આવ્યા હતાં.પોઝિટીવ રેઈટ 5.58 % રહયો હતો.કાલે કુલ 364 લોકોને ડીસ્ચાર્જ કરાયાં હતા.
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 42 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
આજ સુધીના કુલ40347 પોઝિટિવ કેસ નોંધાયા છે.જે પૌકી આજ સુધીમાં કુલ 38830 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.આજ સુધીમાં રિકવરી રેઈટ 96.34 % છે.
આજ સુધીમાં કુલ 1108173 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.પોઝિટિવિટી રેઈટ 3.64 ટકા છે.આગામી એક પખવાડિયામાં કોરોનાની બીજી લહેર પુરી થઈ જાય તેવી સંભાવના દેખાય રહી છે.