હ્રદય રોગની સારવાર હવે પહેલાથી પણ થોડી વધુ સસ્તી બની છે. મેડિકલ ઇક્વિપમેન્ટની કિંમત નક્કી કરનારી સર્વોચ્ચ સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ હાર્ટ ઓપરેશનમાં યુઝ થતા સ્ટેન્ટની કિંમતમાં ફરી…
એકવાર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા સ્ટેન્ટની કિંમત 85 ટકા જેટલી ઘટાડવામાં આવી હતી. NPPAએ ડ્રગ-ઇલ્યુટિંગ અને બાયોડીગ્રેડેબલ સ્ટેન્ટ્સની કિંમત રૂ.29,600થી ઘટાડીને રૂ.27,890 કરી છે.
જ્યારે બેર મેટલ સ્ટેન્ટ (BES)ની કિંમત રૂ.7,260થી વધારીને રૂ.7,660 કરી છે.