આ નિર્ણયથી નાના ઉદ્યોગોને વિકાસ માટે ની નવી પાંખો મળશે : શંકર ઠક્કર
કોન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી તેમજ અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે સરકારે નાના ઉદ્યોગ સાહસિકોને રાહતના સમાચાર આપ્યા છે. એમએસએમઈ વિભાગે તેમના પાસે નોંધણીકૃત સદસ્યો માટે આસાનીથી ભંડોળ ઉપલબ્ધ થઈ શકે માટે ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (TRADES) પ્લેટફોર્મ ઉપલબ્ધ કર્યું છે જેની સાથે જોડાઈને તેમની ચૂકવણીમાં વિલંબની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. એમએસએમઈ મંત્રાલય તેની સાઇટ્સ પર આવા પ્લેટફોર્મ વિશે માહિતી પણ આપી રહ્યું છે, જેથી આ પ્લેટફોર્મ્સ વધારેમાં વધારે લોકો જોડાઈ અને લાભ લઈ શકે.
વેચાણ સામે તાત્કાલિક ચૂકવણી મળવાને કારણે નાના સાહસિકોને કાર્યકારી મૂડીની સમસ્યા નહીં થાય. ઘણી વખત એમએસએમઈ મૂડીના અભાવે નવા વેપાર પણ લઈ શકતા નથી. મોટા ભાગના એમએસએમઈ ને કંપનીઓ દ્વારા બે-ત્રણ મહિના પછી ચૂકવણી કરવામાં આવે છે અને કેટલીકવાર તેમાં મહિનાઓ પણ લાગી જાય છે. આ સિસ્ટમ હેઠળ, બેંકો અથવા બિન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ એમએસએમઈને તેમના વેચાયેલા માલના બિલ સામે તાત્કાલિક ચુકવણી કરે છે. બેંક બાદમાં માલ ખરીદનાર એકમ પાસેથી રકમ વસૂલ કરે છે.
આરબીઆઈની પરવાનગીથી હવે મોટી બેંકોની સાથે નાની નાણાકીય સંસ્થાઓએ પણ આ પ્રકારનું બિલ નું ધિરાણ કરવાનું શરૂ કરી દીધું છે. આ ચુકવણીમાં નાણાકીય સંસ્થાઓ માટે કોઈ જોખમ પણ સામેલ નથી કારણ કે ખરીદનાર એકમ બિલ માટે સંમત થયા પછી જ વેચાણકર્તા એકમને ચુકવણી કરવામાં આવે છે. મોટી કંપનીઓને ફાયદો થાય છે કે તેઓ એમએસએમઈ ને ચૂકવણીમાં વિલંબ માટે દંડથી ડરતા નથી.
એમએસએમઈ મંત્રાલયે ટ્રેડસ પ્લેટફોર્મ સાથે જોડવા માટે તેની વેબસાઇટ પર ત્રણ સાઇટ્સ પણ આપી છે. હવે 500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ ટ્રેડસ પ્લેટફોર્મ પર એમએસએમઈ પાસેથી ખરીદેલા સામાનનું બિલ આપવું પડશે. આમાં કંપનીઓએ એ પણ જણાવવાનું છે કે તેઓ બિલ ક્યારે ચૂકવશે.શંકર ઠક્કરે કહ્યું કે ખરા અર્થમાં એમએસએમઈ વિભાગ દ્વારા આ એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે, અમે તેને આવકારીએ છીએ અને એમએસએમઈ મંત્રી અને વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેનાથી ઓછી મૂડી ધરાવતા ઉધ્યજકો પણ મોટો વેપાર કરી શકે છે.