‘અબતક’ના પત્રકાર ભાવના શાહે પોતાની આગવી સુઝબુઝ અને કામગીરીથી પત્રકારત્વક્ષેત્રે મુઠ્ઠી ઉંચેરૂ સ્થાન મેળવ્યું
ગુજરાત પ્રણામ ડેઇલી ન્યુઝ પેપર (દીવ) ના સ્થાનિક તંત્રી તેમજ અબતક દીવ બ્યુરો ચીફ ભાવનાબેન ધવલ શાહ ની આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સઁઘ (રાષ્ટ્રીય ) સંગઠનમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
દીવ જિલ્લા ના પ્રથમ મહિલા ન્યૂઝ એડિટર તેમજ ટૂંકા સમયગાળા ની અંદર પત્રકારત્વ ક્ષેત્રમાં ઉજળી કારકિર્દી મેળવનાર ભાવના ધવલ શાહ ને આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સઁઘ ના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રાધાબેન ભરથાણીયા એ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપતા ની સાથે ગૌરવની લાગણી અનુભવતા હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી છે.
સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓ આજે પુરુષ સમોવડી બની ગઈ છે. અને એમાં પણ પત્રકારિત્વ ખૂબ જ અઘરું કાર્ય છે. છતાં પણ આ ક્ષેત્ર માં ભાવનાબેન શાહે પોતાની કામગીરીથી મુઠ્ઠી ઊંચેરું સ્થાન મેળવ્યું છે. કોઈની પણ શેહશરમ રાખ્યા વિના નીડરતાપૂર્વક પત્રકારિત્વ કર્યું છે. કોઈપણ નાનામાં નાના માણસની સમસ્યા હોય કે પછી ગામનો કોઈ પણ પ્રશ્ન હોય ભાવનાબેન નીડરતાપૂર્વક આવા સમસ્યા અને પ્રશ્નોને સરકાર સુધી તટસ્થતા પૂર્વક પહોંચાડે છે. અને તેના નિવારણ માટે અથાગ પ્રયત્નો કરે છે.ભાવનાબેન ની નીડરતા અને તેની સત્યતા ને કારણે જ તેમને આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘ માં ગુજરાત પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ તરીકેની પદવી સોંપવામાં આવી છે. અને તે બદલ ભાવના બહેનને સગા સંબંધીઓ મિત્રો તમામ જગ્યાએથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.