રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧ હજાર જેટલા વેપારીઓને રદ થયેલો નંબર ઝડપથી ચાલુ કરાવવા તક: તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય

ટેક્ષ ન ભરી શકવાનાં કારણે જે વેપારીઓ રીટર્ન સમયસર ભરી નથી શકયા તેવા અનેક વેપારીઓના જીએસટી નંબરો રદ કરી દેવામાં આવ્યા હતા. આવા વેપારીઓ માટે જી.એસ.ટી. તંત્રમાંથી એક રાહતરૂપ, સમાચાર આવ્યા છે. અને આ સમાચાર એ છે કે હવે ૩૦ દિવસની અંદર જે તે ઘટકના, એ.સી.ને એકવાર રૂબરૂ જાણ કર્યા બાદ ઓનલાઈન અરજી કરી રદ થયેલો નંબર પૂન: ચાલુ કરાવી શકાશે.

તાજેતરમાં જ એટલે કે ગત સપ્તાહનાં અંતમાં સેન્ટ્રલમાંથી આ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.આ અંગેની જી.એસ.ટી. તંત્રના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ટેક્ષ ન ભરી શકવાના કારણે જે વેપારી સમયસર રીટર્ન ફાઈલ કરી શકયા નહતા તેમનાં જીએસટી નંબરો રદ થઈ ગયા હતા.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જ આવા એક હજાર જેટલા વેપારીઓનાં નંબરો રદ કરી દેવાયા હતા. આવા તમામ વેપારીઓ હવે પૂન: તેના નંબરો ચાલુ કરાવી ફરી તેનો ધંધો શરૂ કરી શકશે.ઉપરોકત કારણોસર જે વેપારીનાં જીએસટી નંબરો રદ થઈ ગયા છે. તેવા વેપારીઓ, હવે સૌ પ્રથમ જે તે ઘટકના એ.સી.ને રૂબરૂ જાણ કરી અને બાદમાં ૩૦ દિવસની અંદર ઓનલાઈન અરજીરી તેના રદ થયેલા જીએસટી નંબરો પૂન: ચાલુ કરાવી શકશે.

આ રદ થઈ ગયેલા નંબરો ચાલુ થતા જ વેપારીઓને બંધ પડી ગયેલો ધંધો પૂન: ચાલુ થઈ જશે અને તેના બાકી પેમેન્ટ (ઉઘરાણી) પણ કલીયર થઈ જશે આ સાથો સાથ સરકારને ટેક્ષની આવક પણ શ‚ થઈ જશે.આમ ઉપરોકત પરિપત્રનાં કારણે વેપારીઓની સાથોસાથ સરકારને પણ ફાયદો થશે વેપારીઓનું કાર્ય સરળ બનશે અને સરકારને વધુ ટેક્ષની આવક થવા લાગશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.