બાકી રહેતા કરદાતાઓને તેના નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮ માટે રીટર્ન ભરવા દંડ નહીં વસુલાય
દેશનાં વિકાસ માટે આર્થિક સ્થિતિ મજબુત હોવી અત્યંત જરૂરી છે ત્યારે હાલ દેશની અર્થવ્યવસ્થા ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો બજારમાં તરલતાનો મુખ્ય અભાવ જોવા મળે છે. બીજી તરફ જીએસટી અમલી બન્યા બાદ સરકારને એક આશા હતી કે દેશમાં જે નાણાની અછત જોવા મળી રહી છે તેમાં ઘટાડો થશે અને દેશમાં નાણા ફરીથી જોવા મળશે. જીએસટી અમલી બનતાની સાથે જ માત્ર ૧૩ ટકા જ લોકો જીએસટી રીટર્ન ફાઈલ કરે છે અને તેમનો જીએસટી ભરે છે. આંકડાકિય માહિતી મુજબ દેશનાં ૮૭ ટકા કરદાતાઓ જીએસટી રીટર્ન ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે.
દેશને વિકાસ તરફ આગળ વધારવા માટે ૮.૨ ટકા જેટલી જીએસટી રીકવરી કરવામાં આવે તો દેશની આર્થિક સ્થિતિ મજબુત થઈ શકે પરંતુ હાલ જીએસટી રીકવરી માટે દેશનો આંક ૫.૮ ટકા જેટલો જોવા મળી રહ્યો છે. કયાંકને કયાંક જીએસટીની ટેકનિકાલીટીમાં પણ ઘણાખરા છિંદા જોવા મળે છે. લોકોનું માનવું છે કે જે રીતે ઈન્ફ્રાસ્ટ્રકચર હોવું જોઈએ તે જીએસટીમાં ન જોતા સરકાર ૮૭ ટકા લોકો સુધી પહોંચી શકયું નથી અને ૪૦ થી ૫૦ લાખના ટન ઓવર સુધી જે રીતે જીએસટી વિભાગે પહોંચવું જોઈએ તેમાં પણ ઘણો ખરો ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રશ્ર્ન ઉદભવિત એ થાય છે કે જીએસટીમાં જે છિંદા જોવા મળે છે તેને કેવી રીતે દુર કરી શકાય અને દેશનાં આર્થિક વિકાસમાં મદદરૂ પ થઈ શકાય. નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ૨ કરોડથી વધુનું ટનઓવર ધરાવતા જીએસટીના મોટા કરદાતાઓમાં ૯૨ ટકા કરદાતાઓએ તેનો વાર્ષિક જીએસટી રીટર્ન ફાઈલ કર્યું છે. ૧લી જુલાઈ ૨૦૧૭નાં રોજ જયારથી જીએસટીને દેશમાં અમલી બનાવવામાં આવ્યું છે ત્યારથી ઘણા ખરા પ્રશ્ર્નો પણ ઉદભવિત થતા હોવાનું પણ સામે આવ્યું છે.
આંકડાકિય માહિતી મુજબ જે કોઈ કરદાતાઓનું ટનઓવર ૨ કરોડથી વધુનું હોય તેવા કરદાતાઓની સંખ્યા ૧૨.૪૨ લાખની છે જયારે કુલ રેગ્યુલર કર ભરનાર ૯૨.૫૮ લાખ કરદાતાઓની સરખામણીમાં ૧૩.૪ ટકા કરદાતાઓ તેમનો કર નિયમિત ભરે છે જેની સરખામણીમાં બાકી રહેતા ૮૭ ટકા જેટલા કરદાતાઓ રીટર્ન ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. જીએસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ૨ કરોડ સુધીનું ટનઓવર ધરાવતા કરદાતાઓમાં ૧.૦૪ લાખ કરદાતાઓએ તેનું રીક્ધસીલીએશન સ્ટેટમેન્ટ જમા કરાવ્યા છે.
સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર રાજય જ ૯૬ ટકા જેટલું રીટર્ન ફાઈલ કરી રેકોર્ડ સ્થાપ્યો છે જયારે બીજા ક્રમ પર ગુજરાત અને રાજસ્થાનનું નામ આવે છે કે જે ૯૫ ટકા જેટલું રીટર્ન ફાઈલીંગ જોવા મળે છે. જીએસટી વિભાગ દ્વારા કરદાતાઓને સવલત આપવા માટે કોઈપણ લેટ ફી વસુલવામાં નહીં આવે અને હવે કરદાતાઓ કે જેઓને તેમના ૨૦૧૭-૧૮ના વાર્ષિક જીએસટી રીટર્ન ભરવાના બાકી છે તે પણ ભરી શકશે.
- દેશનાં વિકાસ માટે ‘કર’થી મળતી આવક અત્યંત મહત્વપૂર્ણ
જીએસટી અમલી બન્યાની સાથે જ દેશને આર્થિક મજબુતાઈ મળી રહેશે તે માટેની એક આશા જીવંત થઈ હતી પરંતુ નાણાકિય વર્ષ ૧૯-૨૦ના જુલાઈ માસમાં જીએસટી કલેકશન ૧.૦૨ લાખ કરોડ રહેવા પામ્યું હતું. જે ઓગસ્ટ માસમાં ૧ લાખ કરોડ ઘટી ૯૮,૨૦૨ કરોડે પહોંચવા પામ્યું હતું પરંતુ નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦માં જીએસટી કલેકશન એપ્રિલ, મે, જુલાઈ, નવેમ્બર અને ડિસેમ્બર ૧ લાખ કરોડના માર્કને આંબ્યું છે ત્યારે બજેટમાં નિર્ધારીત ટાર્ગેટને પહોંચી વળવા માટે પ્રતિ માસ ૧ લાખ કરોડની રીકવરી અત્યંત મહત્વપૂર્ણ બની છે. ડિસેમ્બર માસમાં જીએસટી રેવન્યુ કલેકશનમાં સીજીએસટીનો આંકડો ૧૯,૯૬૨ કરોડ, સ્ટેટ જીએસટીનો આંકડો ૨૬,૭૯૨ કરોડ અને ઈન્ટીગ્રેટેડ જીએસટીનો આંકડો ૪૮,૦૯૯ કરોડે પહોંચ્યો હતો જેમાં ૨૧,૨૯૫ કરોડ ઈમ્પોર્ટ મારફતે સરકારને મળ્યા હતા.