સૌરાષ્ટ્રનાં દરિયાઇ પટ્ટી ને જોડતો નેશનલ હાઇવે ૮ ઇ ફોરલેન રોડનું કામ ચાલુ થયું ત્યારથી જ વિવાદમાં રહ્યું છે નેશનલ હાઇવે એજન્સીઓ ને કામ પૂર્ણ કરવા માટે પહેલાં આપેલ સમય મર્યાદામાં પૂર્ણ થયું નથી તેમજ ૨૦૧૬ થી ચાલું થયેલા આ હાઈવે નું કામ પુર્ણ ક્યારે થશે એ કોઈ ને ખબર નથી ત્યારે રાજુલા તાલુકાના કથીવદર ગામ પાસે નેશનલ હાઇવે નાં નવાં બનેલાં ફોરલેન રોડમાં મસમોટી તિરાડો પડતા અહિયાં મોટા પ્રમાણમાં ભષ્ટ્રાચાર થયો હોવાની બૂ આવી રહી છે ત્યારે આ વિસ્તારના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા નેશનલ હાઇવે નાં ચેરમેન તથા પ્રધાનમંત્રી કાર્યાલય સહિત નાં વિભાગોને પત્ર લખતા રજૂઆત કરી હતી કે રાજુલા તાલુકાના કથીવદર ગામ પાસે નેશનલ હાઇવે નાં નવાં બનેલાં ફોરલેન રોડમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે
આ રોડ નાં નિર્માણ માં હલકી ગુણવત્તાના મટીરીયલ નો ઉપયોગ થયો હોય શકે તેનાં કારણે આ રોડની હાલ આ સ્થિતિ થઈ છે આથી કેન્દ્રીય વિજિલન્સ કમિશન નાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તથા નિષ્ણાંતો દ્વારા આ નેશનલ હાઇવે ફોરલેન રોડ ની કામગીરી ની તપાસ કરવામાં આવે તથા રોડ માં ઉપયોગમાં લેવામાં આવેલાં મટીરિયલ ની ગુણવત્તા ની ચકાસણી કરવામાં આવે તેમજ આ માટે જવાબદાર નેશનલ હાઇવે એજન્સી ની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે તેવી હવે આગામી દિવસોમાં તંત્ર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી આ એજન્સી સામે પગલાં લેવામાં આવે છે કે સબ સલામત નાં દાવા સાથે જેસે છે ની પરિસ્થિતિ રહેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે.