સતાવાર રીતે પ્રમુખ તરીકે પ્રવિણાબેન રંગાણીનુ નામ જાહેર: સભ્યોએ નવા હોદેદારોની વરણીને બિરદાવી શુભકામનાઓ પાઠવી
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના નવા પદાધિકારીઓની ગઈકાલે હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે રોટેશન મુજબ સામાન્ય વર્ગની મહિલાની પસંદગી કરવામાં આવી છે.જેમાં રાજકોટ જિલ્લા પંચયતના પ્રમુખ પદે કુવાડવાના પ્રવીણાબેન રંગાણી, ઉપ પ્રમુખ તરિકે ગોંડલના રાજુ ડાંગર તેમજ કારોબારીના અધ્યક્ષ પદે પી. જી. કયાડાની સાતવાર આજ વરણી કરવામાં આવી હતી.ઉપસ્થીત ભાજપ અગ્રણીઓએ નવનિયુક્ત હોદેદારોને અભિનંદન આપ્યા હતા. જિલ્લા પંચાયતમાં ભાજપના જિલ્લા પ્રભારી ધવલ દવે અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, જીલા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદર સહિતના ઉપસ્થીત રહ્યાં હતાં.
આંગણવાડીમાં અપાતી સુવિધા સુદ્રઢ કરવામાં આવશે: પ્રવિણાબેન રંગાણી
જિલ્લા પંચાયત નવનિયુક્ત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં જે પણ અધૂરા કામો છે તે પૂર્ણ કરવામાં આવશે. આરોગ્ય અને મહિલા સશકતીકરણના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે. કુપોષણમુક્ત ગામડું થાય તેમજ આંગળવાડીમાં અપાતી સુવિધા સુદ્રઢ થાય તે પ્રયત્ન કરવામાં આવશે.અંતે જીલ્લા પંચાતના સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને પ્રાથમિકતા આપી વિકાસના કામો કરાશે: રાજુ ડાંગર
જીલ્લા પંચાયતના નવનિયુક્ત ઉપ પ્રમુખ રાજુ ડાંગરે જણાવાયું હતું કે ખેડુતો માટે સિંચાઇ મારફત પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ ખેડુતો માટે 10 કલાક વિજળી આપવામાં આવશે.ભારતિય જનતા પાર્ટીએ જવાબદારી આપી તે નિષ્ઠા પૂર્વક નીભાવિશ. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને પ્રાથમિકતા આપી વિકાસના કામો કરવામાં આવશે.
અઢી વર્ષ લોકોની સેવા કરવામાં મોકો મળ્યો એનો આનંદ: ભૂપત બોદર
જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપત બોદરે અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે અઢી વર્ષ લોકોની સેવા કરવામાં મોકો મળ્યો. જિલ્લા પંચાયત સદસ્યોનો પણ ખુબજ સહકાર મળ્યો.કોરોના કાળમાં પણ સમગ્ર જિલ્લા પંચાયતની ટીમે ખૂબ જ જહેમત ઊઠાવી હતી. અઢી વર્ષના સમયગાળા દરમિયાન એનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. લોક ઉપયોગી કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહીશ