આઈ.એમ.એ. ટીમ દ્વારા ઓર્ગન ડોનેશન,કોવિડ બાદ જીવન શૈલીને લગતા વધતા જતા રોગ વગેરે બાબતો પર સમાજને જાગૃત કરવા કરશે પ્રયાસ
કોરોના કાળ બાદ સમાજમાં જીવનશૈલીને લગતા વિવિધ રોગનું પ્રમાણ વધતુ જોવા મળે છે ત્યારે તબીબો તંદુરસ્ત રહે અને સમસ્ત સમાજમાં પણ માનસિક – શારીરિક તંદુરસ્તી વધે એ માટે તબીબોના સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – રાજકોટ દ્વારા નવી પહેલ કરી લોકો રોગમાં સપડાય જ નહી અને શારીરીક-માનસીક રીતે તંદુરસ્ત બને એવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
તબીબો સહિત સમસ્ત સમાજ તન-મનથી સદા પ્રફુલ્લીત રહે અને બધામાં પારિવારીક ભાવના દ્દઢ બને, એકમેકની હુંફથી સુખ શાંતિનો અનુભવ કરે એ માટે અમો પ્રયત્નશીલ રહીશું એવું ઈન્ડીયન મેડિકલ એસો. રાજકોટના નવ નિયુકત પ્રમુખ અને જાણીતા ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. પારસ શાહ અને સેક્રેટરી ડો. સંજય ટીલાળાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. લોકો માંદા જ ન પડે અને સ્વસ્થ તંદુરસ્ત સમાજની રચના થાય એવા ઉમદા હેતુ સાથે અમારી ટીમ સતત કાર્યરત રહેશે અને સાથે સાથે કોઈ રોગમાં સપડાશે તો તેમના માટે ઉત્તમ સારવાર કરવાની અમારી ફરજ પણ બજાવીશું
તંદુરસ્તી એ જ આપણી સંપતિ છે એવું લોકો સમજે એ જરૂરી છે . આ ઉપરાંત સ્રોર્ગન ડોનેશન માટે પણ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા લોકોને જાગૃત કરવા ઝુંબેશ ચલાવવામાં આવે છે . આ ઉપરાંત તબીબો અને દર્દી વચ્ચે સુમેળભર્યા સંબંધો વિકસે એવા સતત પ્રયાસો કરવામાં આવશે . ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય હોદેદારોની ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલ સમારંભમાં ડો . પારસ શાહ , ડો . સંજયટીલાળા તથા તેમની ટીંગની શપથવિધિ કરવામાં આવી હતી.
શૈક્ષણીક સંસ્થાઓ, ધર્મગુરૂઓ વગેરેનું સંકલન કરી સમાજને ટેન્શન મુક્ત, વ્યસન મુક્ત કરવા વિવિધ સેમીનારો કરવાના છીએ . છેલ્લાં ત્રણેક વર્ષની અમારી ટીમ દ્વારા વિવિધ રોગ વિશે લોક જાગૃત્તિ માટે લાઈવ લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પ્રવૃત્તિ આ વચ્ચે પણ ચાલુ જ રહેશે અને લોકોના મનમાં ઉઠતાં સવાલોનું શક્ય એટલાં સંતોષકારક માર્ગદર્શન આપતા રહીશું.
આઉપરાંત સમાજ સેવાના ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુક્તિ માટેના કેમ્પ, વિવિધ સમાજના સંગઠનો સાથે સેમીનાર, કોલેજ સહિત શૈક્ષણીક સંસ્થાઓના સહયોગથી યુવા વર્ગને વિવિધ રોગ વિશે જાગૃત કરતાં સેમીનાર વગેરેનું આયોજન કરવામાં આવશે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના નવા વર્ષના હોદેદારોના શપથવિધિ સમારોહ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન- નવી દિલ્હી હેડ કવાર્ટરથી નેશનલ સેક્રેટરી ડો. અનિલકુમાર નાયક, ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડોં. મહાવીરસિંહ જાડેજા તથા સેક્રેટરી ડો. મેહુલ શાહ, ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેશનલ ઉપપ્રમુખ ડો. બિપીનભાઈ પટેલ, ડો મનસુખભાઈ કાનાણી, ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વમહામંત્રી ડો . કમલેશ સૈની ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન- રાજકોટના નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડો. પારસ શાહ, સેક્રેટરી તરીકે ડો . સંજય ટીલાળા , આઈ.પી.પી. ડો . સંજય ભટ્ટ, પ્રેસીડન્ટ ઈલેક્ટ ડો. કાંત જોગાણી , ઉપપ્રમુખ તરીકે ડો . મયંક ઠક્કર, ડો . તેજસ કરમટા, એડિટર ડો . અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો . પિયુષ ઉનડક્ટ, જોઈન્ટ ટ્રેઝરર ડો. દર્શન સુરેજા , ડાઁ . પરીન કટેસરીયા , જોઈન્ટ સેક્રેટરી ડો . ઝલક ઉપાધ્યાય , ડો . અમીષ મહેતાની નિમણૂંક કરવામાં આવી છે .
એક્ઝીક્યુટીવ કમીટીંમાં ડો . કમલેશ કાલરીયા , ડો . રૂપેશ મહેતા , ડો. રૂકેશ ઘોડાસરા, ડો . મનિષાબેન પટેલ , ડો . સંજય દેસાઈ , ડો . જયેશ ડોબરીયા , ડો . દુષ્યંત ગોંડલીયા, ડાઁ . તુષાર પટેલ, ડો . વૈશાલ પોપટાણી , ડો . દીપા ગોંડલીયાની વરણી કરવામાં આવી છે . યંગ એક્ઝીક્યુટીવ કમીટીમાં ડો . વૃન્દા અગ્રાવત , ડો , રાજન સમાણી , ડો . ચિંતન કણસાગરા , ડો . બીરજુ મોરી , ડો . ઉર્વી સંઘવી , ડો . કૃપાલ પુજારા , ડો . ચિરાગ બરોચીયા , ડો . પ્રતાપસિંહ ડોડીયા , ડો . નિરાલી કોેરવાડીયા , ડો . રાજેશ રામ અને ડો . અંકુર વસાણીની વરણી કરવામાં આવી છે . સાયન્ટીફીક કમીટીમાં ડો . વિમલ હેમાણી , ડો . અતુલ રાયચુરા , ડો . નિલેશ દેત્રોજા , ડો . ધર્મેશ શાહ, ડો . વિમલ સરડવા તથા ડો . કાર્તિક સુતરીયા તથા કો. ઓપ્ટ મેમ્બર તરીકે ડો. ભાવેશ વૈશ્ર્નાની , ડો. રાજેશ સાકરીયા, ડો. નિષાંત ઘરસંડીયા, ડો . ચિંતન દલવાડી, ડો . ઋષિત ભટ્ટ , ડોં . ધ્રુવ કોટેચાની નિમણૂંક કરવામાં આવી છે .
આઈ.એમ.એ. – રાજકોટની નવ નિયુક્ત ટીમને આઈ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો . વસંત કાસુન્દ્રા , ઝોનલ સેક્રેટરી ડો . કુમુદ પટેલ , એડવાઈઝરી બોર્ડના ડો . અતુલ પંડ્યા , ડો . ભરત કાકડીયા, ડો . ભાવિન કોઠારી , ડો . યજ્ઞેશ પોપટ, ડો . અમિત હપાણી , ડો . એમ.કે. કોરવાડીયા , ડો . ભાવેશ સચદે , ડો . દિપેશ ભાલાણી , ડો . હિરેન કોઠારી , ડો . ચેતન લાલસેતા , ડો . જય ધીરવાણી , ડો . પ્રફુલ કામાણી , પેટ્રન ” . ડી . કે . શાહ , ડો . પ્રકાશ મોઢા , ડો . વલ્લભ કથીરીયા , ડો . સુશિલ કારીયા , ડો . કીર્તિ પટેલ , ડો . જીતેન્દ્ર અમલાણી તથા ડો . રશ્મી ઉપાધ્યાય , આમંત્રીત મહાનુભાવો ડો. દર્શિતાબેન શાહ , ડો . દર્શનાબેન પંડ્યા , ડોં . સ્વાતીબેન પોપટ , ડો . કિરીટ દેવાણી , ડો . નિતીન લાલ , – ગૌરવી ધ્રુવ સહિત તબીબી અગ્રણીઓ અને સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે . આઈ.એમ.એ.ના મિડિયા -ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.
રોગની જેમ અનિયમિત જીવન શૈલી પણ દુ:ખદાયક ડો. પારસ શાહ
પ્રમુખ ડો . પારસ શાહએ જણાવ્યું છે કે, હાલના સમયમાં લોકો સતત તાણ હેઠળ જીવતા હોય છે, અનિયર્ચીત જીવનશૈલી અને વ્યસનોના કારણે લોકો અનેક રોગમાં સપડાતાં હોય છે . એમાં પણ કોરોના બાદ લોકોમાં અમુક પ્રકારની તકલીફ વધી છે . છેલ્લાં થોડા સમયમાં રમત રમતાં અમુક વ્યક્તિને હૃદયરોગના હુમલા આવ્યા અને અવસાન થયું એવા બનાવો આપણી સામે આવ્યા છે .
એવા સમયે અમે હૃદયરોગના હુમલા વખતે ખૂબ અગત્યની એવી સી.પી.આર.ટ્રેનીંગદ્વારા સમાજના બહોળા વર્ગને તાલીમબધ્ધ કરવાના છીએ . સી.પી.આર. ની તાલીમ સમાજના દરેક વર્ગને ખાસ કરીને યુવાનોને આપવામાં આવશે જેથી હૃદયરોગના હુમલા વખતે દર્દીને પ્રાથમીક સારવાર મળી રહે અને તેનું જીવન બચવાના ચાન્સ વધી જાય . કોરોનાના દર્દીઓની સારવાર બાદ અમુક લોકોમાં ડાયાબીટીસ , હાર્ટની તકલીફ , ડિપ્રેશન વગેરે બિમારી જોવા મળે છે . આ બાબતે લોકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તંદુરસ્ત જીવન જીવતા થાય એ માટે લોક દરબારોનું આયોજન કરવામાં આવશે. એક અભ્યાસ મુજબ મોટા ભાગના રોગને લોકો સામેથી આમંત્રણ આપતાં હોય છે. અનિયમીત અને આળસુ જીવન , ખાન પાનમાં બેદરકારી , તમાકુ , દારૂ , સિગારેટ વગેરે જેવા વ્યસનના કારણે મોટા ભાગના રોગ આવતા હોય છે.
લોકો જાણતા હોવા છતાં બેદરકાર રહીં વિવિધ રોગ જેવા કે મેદસ્વીતા , ડાયાબીટીસ , બી.પી. , કોલેસ્ટરોલ , હ્દય રોગ , કેન્સર , કિડનીના રોગને આમંત્રે છે અને પરિવારની એક વ્યક્તિની ભુલ આખા પરિવારે સહન કરવી પડતી હોય છે . અનેક કિસ્સામાં પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ આવા ગંભીર રોગમાં સપડાય અને એના પરિણામે આખો પરિવાર બરબાદ થતો હોવાનું આપણે સમાજમાં જોતા હોય છીએ . આવી પરિસ્થિતિમાં અમે તબીબો દર્દીની શક્ય એટલી સારી સારવાર કરવાનો પ્રયાસ કરતાં જ હોઈએ છીએ પણ ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના તબીબોએ તબીબ તરીકેની જવાબદારી નિભાવવા સાથે સમાજ પ્રત્યે પોતાની ફરજ સમજી આવા રોગમાં ફસાતા લોકોને બચાવી શકાય એ માટે લોક જાગૃત્તિ અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે .
ઓર્ગન ટ્રાન્સ પ્લાન્ટથી મૃત્યુની આફત નિવારી શકાય: ડો. સંજય ટિલાળા
ઇન્ડીયન મેડિકલ એસોસીએશનના રોટરી ડો . સંજય ટીલાળાને જણાવ્યું છે . ભારતમાં લાખો લોકો કિડનીની તકલીફના કારણે ડાયાલીસીસ કરાવી રહ્યા છે.જેમને કિડનીની જરૂર છે. હજારો લોકો લીવર ખરાબ હોવાના કારણે તકલીફ ભોગવી રહ્યા છે.જેમને લીવર ટ્રાન્સપ્લાન્ટની જ જરૂર છે. હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે હજારો લોકોનું વેઈટીંગ લીસ્ટ છે ત્યારે આવાજીવન – મરણ વચ્ચે ઝોલા ખાતાં અનેક લોકો માટે આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ પણ ભારતમાં શકય બન્યા છે .
આ બાબતે પણ સમાજને જાગૃત કરવામાં આવશે . એ જ રીતે અનેક લોકો દ્રષ્ટીહિન જીવન જીવી રહ્યા છે. એના માટે ચક્ષુદાન ખઊબજ જરૂરી છે. કોઈપણ વ્યકિતનું અવસાન થાય ત્યારબાદ અમુક કલાકો સુધી મૃતકના ચક્ષુનું દાન કરી શકાય છે. એના માટે સમાજના દરેક નાગરીકે જાગૃત બનવાની જરૂર છે.સગા-સંબંધી, પરિવાર કે આસપાસમાં કોઈ વ્યકિતનું મૃત્યુ થાય ત્યારે તેમના પરિવારજનોને ચક્ષુદાન વિશેે માહિતગાર કરો અને શકય એટલા જલ્દી તબીબનો સંપર્ક કરી મૃતકના ચક્ષુનું દાન કરાવશો તો સમાજમાં માટે અકે સારૂ કાર્ય કર્યાનો સંતોષ આપને મળશે.
ચક્ષુદાન દ્વારા આપ બે દ્રષ્ટીહિન બાક્તિના જીવનમાં નવા રંગ પુરવામાં આપ નિમિત બનશો . આઈ.એમ.એ,. – રાજકોટના તબીબો આ બાબતે સમાજમાં જાગૃતી લાવવા સતત પ્રયત્નશીલ છે. આ વરસે પણ આ બાબત વિશેષ ાર્યક્રમો હાથ ધરી ઓર્ગન ડોનેશન અને અંગદાન વિશે લોકાનેે જાગૃત કરશે આઈ.સી.યુ.માં બ્રેઈન ડેડ વ્યકિતના પરિવારજનો આ દર્દીનાં અંગોનું દાન કરી શકે છે.
આપણા દેશમાં મેડીકલ સારવાર ક્ષેત્રે આપણે વિશ્વ સમકક્ષ છીએ. રાજકોટ સહિત ગુજરાતનાં મોટા સેન્ટરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અનેક સફળ ઓપરેશન થયા છે. અનેક લોકોને નવી જીંદગી મળી છે. હજુ પણ સમાજમાં આ બાબતે પૂરતી જાણકારી નથી ત્યારે લોકો ઓર્ગન ડોનેશન માટે આગળ આવે, વધુને વધુ લોકો ઓર્ગન ડોનેશન દ્વારા અનેક લોકોને નવજીવન બક્ષે એ માટે આઈ.એમ.એ. રાજકોટ દ્વારા આ વર્ષે વિશેષ પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે.