પક્ષની કામગીરીમાં સોશિયલ મીડિયાની ભૂમિકા અંગે સમજ અપાઈ
રાજકોટ શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટની શહેર સમિતિના તથા વોર્ડ કક્ષાના નવનિયુકત હોદેદારોને નિમણૂકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને અને શહેર સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન અંકુર માવાણી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડા, શહેરના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પ્રદેશ અગ્રણીઓ પ્રદિપભાઈ ત્રિવેદી, મિતુલભાઈ દોંગા, સૌરાષ્ટ્ર ઝોન સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના પ્રભારી રજતભાઈ સંઘવી, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષભાઈ કપુરીયા વગેરે દ્વારા નવનિયુકત હોદેદારોને નિમણુકપત્ર એનાયત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે હાજર હોદેદારોએ પક્ષની કામગીરીમાં સોશિયલ મીડિયાની ભૂમિકાને બિરદાવીને જવાબદારી અંગે સમજ આપી હતી. આ પ્રસંગે કોર્પોરેટર રાવજીભાઈ ખીમસુરીયા, જયાબેન ટાંક, પ્રતિનિધિ ઠાકરશીભાઈ ગજેરા, અગ્રણી વિશાલ દોંગા, રાજેશ આમરાણીયા, ડી.બી.ગોહિલ, નિલેશ વિરાણી, વિજય દુધાત્રા, દિનેશ પટોડીયા, દીપ ભંડેરી, કેતન તાળા, અલ્પેશ ટોપીયા, જગદીશ ડોડીયા વગેરે બહોળી સંખ્યામાં હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.