ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર માસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા નવનિયુકત ધારાસભ્યોની આવતીકાલથી બે દિવસ ગાંધીનગર સ્થિત સચિવાલય ખાતે ટ્રેનીંગ યોજાશે. જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિતના દિગ્ગજો દ્વારા એમએલએને તાલીમ આપવામાં આવશે.
15મી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા મોટાભાગના ધારાસભ્યો નવા હોદાના કારણે તેઓગૃહની કામગીરીથી વાકેફ નથી આવામાં આવતીકાલથી ધારાસભ્યો માટે ગાંધીનગરના સચિવાલય ખાતે બે દિવસની કાર્યશાળા યોજાશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાના નેતૃત્વમાં યોજાનારી તાલીમ શિબિરમાં બે દિવસ દરમિયાન કુલ આઠ સેશન યોજાશે.
જેમાં નવનિયુકત ધારાસભ્યને ગૃહની કાર્યવાહી દરમિયાન સંસદીય બાબતોનું કેવુ ધ્યાન રાકવું, પોતાના વિસ્તારોને લગતા પ્રશ્ર્નોની કેવી રીતે રજૂઆત કરવી કયાં સમયે કર્યો મુદો ઉઠાવવો અને વિવિધ નિયમોની જોગવાઈ અંગે માહિતી આપવામાં આવશે. ટ્રેનીંગમાં કોઈપણ ધારાસભ્ય પોતાની સામે અંગત સચિવ, મદદનીશ કે સિકયુરિટી ગાર્ડને સાથે રાખક્ષ શકશે નહીં.