પ્રોટોકોલ અંતર્ગત પોલીસ બેન્ડ અને હથિયાર ધારી પોલીસ જવાનોએ સલામી આપી
રાજકોટ ગુજરાત રાજયનાં રાજયપાલ પદે હાલમાં જ આચાર્ય દેવવ્રતની નિમણુંક કરાઇ હતી. ત્યારબાદ પ્રથમવાર આચાર્ય દેવવ્રત સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની મુલાકાત લીધી હતી. આ તકે આચાર્ય દેવવ્રતે રાજકોટ શહેર-જીલ્લાના અધિકારીઓ સાથે ઔપચારિક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકોટ જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, શહેરના સંયુકત પોલીસ કમિશ્નર અજય ચૌધરી, સહીતના પોલીસ અધીકારીઓ, જીલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવાસીયા સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત મનપા કમિશ્નર પણ ઉ૫સ્થિત રહ્યા હતા. રાજકોટમાં શાજયપાલની પ્રથમ મુલાકાતને ઘ્યાને લઇને રાજકોટ વહીવટી તંત્ર અને રાજકોટ શહેર પોલીસે વિશેષ પ્રોટોકોલ અંતર્ગત પોલીસ બેન્ડ, હથિયારધારી પોલીસ જવાનો સાથે સલામી અપાઇ હતી.