ટંકારામાં આર્ય સમાજની મુલાકાત બાદ તેઓ સાંજે ૭ વાગ્યે રાજકોટ આવી પહોંચશે: ૨૮મીએ સવારે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજયા બાદ લીંબડી જવા રવાના થશે
ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલ આવતીકાલે ટંકારાના આર્ય સમાજની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત બાદ તેઓ સાંજે ૭ વાગ્યે રાજકોટ આવી પહોંચ્વાના છે. અહીંના સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રિ રોકાણ પણ કરવાના છે. બાદમાં ૨૮મીએ સવારે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજયા બાદ લીંબડી જવા રવાના થવાના હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત રાજ્યના તાજેતરમાં નિમાયેલા રાજ્યપાલ ડો.આચાર્ય દેવવ્રત આવતીકાલે ટંકારાના આર્ય સમાજની મુલાકાતે આવવાના છે. આ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેઓ ટંકારાના મુલાકાત બાદ રાત્રિ રોકાણ માટે રાજકોટ આવી પહોંચ્વાના છે. સાંજે ૬ વાગ્યે તેઓ ટંકારાથી રાજકોટ આવવા માટે રવાના થઈ જવાના છે. સાંજે ૭ વાગ્યે રાજકોટ પહોંચીને તેઓ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરવાના છે. જે સંદર્ભે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અનેક સરકારી વિભાગોને આ માટે જવાબદારી પણ સોંપવામાં આવી છે. પોલીસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ ખડેપગે રહેવાનો છે. એક એમ્બ્યુલન્સ સાથે રાજ્યપાલનું ઓ-પોઝીટીવ બ્લડ પણ તૈયાર રાખવામાં આવનાર છે. આ ઉપરાંત ખોરાક અને અષૌધી નિયમન તંત્રને રાજયપાલના પ્રવાસ દરમિયાન ચા, કોપી, બ્રેકફાસ્ટ, પાણી, ઠંડાપીણા, ભોજનની ચકાસણી નિયમોનુસાર કામગીરી સોંપવામાં આવી છે.
રાજકોટમાં રાત્રી રોકાણ બાદ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી રાજ્યપાલ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. ત્યારબાદ તેઓ ૧૦ કલાકે રોડ માર્ગેથી લીંબડી જવા રવાના વાના છે.