મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા, ખાડાઓ બૂરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

વિસાવદર નગરપાલિકાના ભાજપ શાસકો લોકોના પ્રશ્નો હલ કરવા કમર કસી છે. છેલ્લા અઢાર વરસથી સતાથી વંચિત રહેલી ભાજપની ટીમે સતાનું સુકાન સંભાળતા પ્રજાના પ્રશ્રનોનુ નિરાકરણ કરી શ્રેષ્ઠ શાસનની લોકોની માંગને પોતાના શિરે લઇ પ્રજા લક્ષી કાર્યોની શુભ શરૂઆત કરેલ છે. નગરપાલિકાના યુવાન, ઉત્સાહી અને ખંતીલા પ્રમુખ કૌશિક વાઘેલાના સુકાની પદમાં ઉપપ્રમુખ ઘનશ્યામ ડોબરીયા અને સમગ્ર ટીમે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ કરેલ છે જેમાં જે તે વિસ્તારોના કોર્પોરેટરોને સાથે લઇ  ચોમાસા દરમિયાન જે જે વિસ્તારોમાં પાણી ભરાતા હોય તે માટે પાણી ભરાયેલા ખાડાઓ બૂરી મચ્છરનો થતો ઉપદ્રવ અટકાવી અને લોકોના સ્વાસ્થ્ય માટેની ગતિવિધિઓ તેજ કરી છે તેમજ વાહન વ્યવહાર માટેના રસ્તાઓ પર પડેલા ખાડાઓને જે તે વિભાગને વિશ્ચાસમાં લઇ અને તાત્કાલિક બૂરવામાં આવી રહયા છે કોઈપણ જાતનો રાગદ્રેષ રાખ્યા વગર  વિસાવદરના વિવિધ વિસ્તારોમાં લોકોને પડતી હાલાકીને દૂર કરવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. આ સમયે વિસાવદરના ગ્રામજનો વરસો પહેલા પૂર્વ નગરપાલિકા ના પ્રમુખ બાબુભાઈ વાઘેલાના શાસનને યાદ કરી રહયા છે  તેઓએ જ વતેમાન પ્રમુખને નીડર અને નિષ્પક્ષ રીતે સમાજના હિતમાં સઘળા કાર્યો કરવાનો  પોતાનો વારસો પુત્ર કૌશિકને આપેલો હોય તેવુ પ્રતિત થઇ રહયુ હોય એમ લાગે છે પ્રજાના ચહેરા પર પણ આ થતી કામગીરીને કારણે ખુશી જોવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.