- પેથોલોજીસ્ટ અને માઈક્રો બાયોલોજીસ્ટની સેવાઓ ઉપલબ્ધ: વ્યાજબી મૂલ્યથી બેસ્ટ નિદાન મળશે
- ૨૪ કલાક ડૉકટરોની સુવિધા મળી રહેશે
ન્યુજેન ડાયગ્રોસ્ટીક લેબોરેટરીઝનો રવિવારે કોટેચાચોક ખાતે સ્વામીનારાયણ સંસ્થાના પૂ. અપૂર્વમૂની મહારાજના હસ્તે શૂભારંભ કરવામાં આવ્યો હતો. જયા લોકોને વ્યાજબી ભાવે બેસ્ટ નિદાન મળી રહેશે. ઉપરાંત અલગ અલગ ચાર પેથોલોજીસ્ટ અને એક માઈક્રોબાયોલોજીસ્ટની સેવાઓ ઉપલબ્ધ રહેશે. લેબોરેટરીમાં થાઈરોઈડ તથા હોમોનેટેસ્ટીંગ, વિટામીન ટેસ્ટીંગ કેન્સર માર્કર, બાયોપ્સીની તપાસ, વિવિધ પ્રકારનાં ઈન્ફેકશનની તપાસ થઈ શકશે રિપોર્ટ તાત્કાલીક ડોકટર સુધી પહોચાડવા માટે એસ.એમ.એસ.ની અને ઈ-મેઈલની સુવિધા પણ ઉપલબ્ધ છે. ૨૪ કલાક ડોકટરની સુવિધા પણ મળી રહેશે.
આ તકે અપૂર્વમૂની મહારાજાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, આજના હિંડોળા પર્વના મંગલ પ્રારંભે ન્યુજેન લેબોરેટરીનું ભવ્ય શુભારંભ થયો ખૂબજ આધુનિક ટેકનોલોજી સાથે સમાજને અર્પણ થઈ રહી છે. ત્યારે ખૂબજ આનંદ થાય છે. ચારેય ડોકટરોની ટીમ છે સ્ટાફ પણ ખૂબજ આવડત અને સહકાર ધરાવે છે. આવનારા સમયમાં સોનું સ્વાસ્થ્ય સારહે તેવી પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના ક છું.
ડો.અમીત રાઠોડે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુંં હતુ કે, ન્યુજેન લેબોરેટરીમાં ચાર ડોકટર કાર્યરત છે. ડો. અમીત રાઠોડ, ડો. મહેશ વીડજા, ડો. મીલન દર્શનડીયા અને ડો. કલ્પેશ રાઠોડ, લેબોટરીમાં અલગ અલગ સુવિધાભર જાપાન, ઈટાલી, ફ્રાન્સ અને અમેરિકાથી ઈમ્પોર્ટ થયેલા મશીન ઉપલબ્ધ છે. અમારો મુખ્ય હેતુ દર્દીઓને સારામાં સારી સેવા મળે તેજ છે.
ડો. મહેશ વીડજાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, અમારી લેબોરેટરીની ખાસ વિશેષતા છે કે, સામાન્ય રીતે અન્ય લેબોરેટરીમાં ૨૪ કલાક પેથોલોજીસ્ટની હાજરી હોતી નથી પરંતુ ન્યુજેન લેબોરેટરી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રાઉન્ડ ધ કલોક પેથોલોજીસ્ટ હાજર રહેશે. દરેક રીપોર્ટ તેમની દેખરેખ નીચે જ તૈયાર થશે. તેમજ લેબોરેટરી શરૂ કરવાનો મુખ્ય હેતુ અમારા રીપોર્ટની ગુણવતા ઝડપથી અને સારી રીતે થશે.