વાછપરીમાં ૧૫.૭૫ ફૂટ, મોજમાં ૧૨.૫૦ ફૂટ, ૧૩.૪૫ ફૂટ, ઉંડમાં ૧૬.૪૦ ફૂટ, ફૂલજરમાં ૧૦.૬૧ ફૂટ અને વર્તુ-૧માં ૮.૨૩ ફૂટ નવુ પાણી આવ્યું
સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર ચાલુ રહેતા આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર સહિત ૩૫ જળાશયોમાં નવા નીરની આવક થવાપામી છે.
સિંચાઈ વર્તુળ પુર એકમના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં ૧.૯૭, મોજમાં ૧૨.૫૦, ફોફડમાં ૮.૪૦, વેણુ-૨માં ૭.૨૨, આજી-૧માં ૦.૩૦, ગોંડલીમાં ૧૦.૫૦, વાછપરીમાં ૧૫.૭૫, ૦.૫૬, મોતીસરમાં ૬.૫૬, ફાળદંગ બેટીમાં ૨.૬૨, ૧૩.૪૫, ઈશ્ર્વરીમાં ૩.૨૮, ભાદર-૨માં ૦.૪૯, મોરબી જિલ્લાના મચ્છુ-૨ ડેમમાં ૩.૬૧ ફૂટ, જામનગર જિલ્લાના સસોઈમાં ૩.૫૮, ફૂલજર-૧માં ૬.૦૪, ફૂલજર-૨માં ૧.૦૨, ફોફડ-૨માં ૨.૨૮, ઉંડ-૩માં ૧૬.૪૦, રંગમતીમાં ૦.૯૮, ઉંડ-૧માં ૦.૯૮, વાડીસંગમાં ૧.૧૫, ફુરજર કોબામાં ૧૦.૬૬, ‚પાવટીમાં ૧.૩૧, ગઢકીમાં ૧.૧૮ ફૂટ નવા નીરની આવક થવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાની ડેમમાં ૦.૩૩, વર્તુ-૧માં ૮.૨૩, ગઢકીમાં ૧.૪૮, વતુ-૨માં ૦.૯૮, સોનમતીમાં ૧.૮૭, શેઢાભાડથરીમાં ૧.૬૪, વેરાડીમાં ૦.૭૫, કાબરકામાં ૨.૩૦, ૨.૭૯, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-૨માં ૩.૧૨, નીંભડીમાં ૧.૮૦, ધારીમાં ૬.૫૬, પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં ૦.૨૨ ફૂટ પાણીની આવક થવા પામી છે.