પતિ દ્વારા ખોટો વહેમ રાખી ત્રાસ આપતા ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
બલદાણા સીમ વાડીમાં પત્નીની આત્મહત્યામાં પતિ સામે ગુનો ખોટા શક-વહેમ રાખી પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતો બલદાણા ગામની સીમ વાડીમાં પત્નીએ ફાસો ખાઇ આત્મહત્યા કર્યાની ઘટના બની હતી. આ બનાવમાં દીકરી પર ખોટા શક-વહેમ રાખી શારીરિક-માનસિક ત્રાસ આપી મરવા માટે દુષ્પ્રેરણ કર્યાની પતિ સામે મૃતકના પિતાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પતિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જબટ તાલુકાના કંદા ગામની અલ્પાબેન ઉર્ફે અલ્પીબેનના લગ્ન 3 માસ પહેલા અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના છોટીપોલ ગામના અજીતભાઇ રમેશભાઈ કીકરીયા સાથે થયા હતા. છેલ્લા 2 મહિનાથી અલ્પીબેન, અજીતભાઈ, સસરા, જેઠ, જેઠાણી વઢવાણ તાલુકાના બલદાણા ગામની સીમમાં આવેલી શિવાભાઇ માવજીભાઈ પટેલની વાડી મજૂરી ભાગે વાવતા અને તેઓની વાડીમાં રહેતા હતા.
તા.18-7-2022ના રોજ અલ્પીબેને વાડીની ઓરડીમાં જ લોખંડની એંગલ સાથે કપડાથી ફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવમાં મૃતકના પિતા હારૂભાઈ બામણીયાએ વઢવાણ પોલીસ મથકે અજીતભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ કે,વાડી માલિક વાડીએ આવે ત્યારે અલ્પીબેન ચા બનાવી પીવડાવતી અને બોલાવતી. આ ઉપરાંત હારૂભાઈના મોટાભાઈના જમાઇ ભારત અલ્પી પાસે કોઇ કામ અર્થે આવતા અને બોલાવતા જેનો અજીત અલ્પીબેન ઉપર ખોટો શક-વહેમ રાખી શારિરીક-માનસિક ત્રાસ આપતો હતો.આથી અલ્પીબેનને તેના પતિ અજીતનો અસહ્ય ત્રાસ સહન ન થતા અને તેને મરવા માટે દુસ્પ્રેરણ કરી મરવા માટે મજબૂર કરી.