- ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન-25
- ન્યુઝીલેન્ડના 363 રનના વિશાળ સ્કોર સામે આફ્રિકા 50 ઓવરના અંતે 310 રન જ બનાવી શકી: રચીન-વિલિયમસનની સદી-સેટનરની શાનદાર બોલિંગ
દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર ચોકર સાબિત થઈ ગઈ કારણ કે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. હવે સૌથી મોટી વાત એ છે કે, ભારત એવું ઇરછતું હતું કે આફીકા ફાઇનલમાં પહોંચે કારણકે આફ્રિકા દુબઈમાં રમ્યું નથી જયારે લીગ મેચમાં ન્યુઝીલેન્ડ ભારત સામે ટકરાયું હતું એટલે ન્યુઝીલેન્ડ દુબઇની પીચથી વાકેફ છે. હવે ફાઇનલમાં પહોંચી ન્યુઝીલેન્ડ ભારત પર માનસિક દબાણ ઉભું કરી શકશે? બીજી વાત એ પણ છે કે, ન્યુઝીલેન્ડ પાસે સેંટર સ્પિનરનો બેસ્ટ ઓપ્શ્ન છે. ભારતના ટોપ ચાર બેટ્સમેન રાઈટી છે અને સેટનર સામે ભારતના ટોપ ઓર્ડરના બેટરોની અગ્નિ પરીક્ષા થવાની છે. ભારતીય બેસ્ટમેનો જો સેટનરની 10 ઓવર માનસિક રીતે સમજીને રમશે તો ચોક્કસથી ન્યુઝીલેન્ડ પર દબાણ ઉભું કરી શકશે. ગઈકાલની બીજી સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે બેટીંગ અને બોલિંગમાં શાનદાર પ્રદશન કર્યું છે અને ટીમનો આત્મવિશ્વાસ પણ હાઇલેવલે છે. એવામાં હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ખુબ જ રસપ્રદ બની જશે તેવું ચોક્કસથી કહી શકાય. બીજા સેમિફાઇનલની વાત કરીએ તો, ન્યુઝીલેન્ડે બુધવારે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર, 362/6 બનાવ્યો. રચિન રવિન્દ્ર (108) અને કેન વિલિયમસન (102) ની સદીના જવાબમાં, દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 312/9 રન સુધી જ સિમિત રહ્યું.ન્યૂઝીલેન્ડે આપેલા આવેલા 363 રનના ટાર્ગેટને ચેઝ કરતા આફ્રિકન ટીમ 9 વિકેટે માત્ર 312 રન જ બનાવી શકી. કેપ્ટન મિચેલ સેન્ટનરે 3 વિકેટ લીધી. મેટ હેનરી અને ગ્લેન ફિલિપ્સે 2-2 વિકેટ લીધી. સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે સદી ફટકારી હતી. તેણે 67 બોલમાં સદી ફટકારી. કેપ્ટન ટેમ્બા બાવુમા (56 રન) અને રાસી વાન ડેર ડુસેન (69 રન)એ ફિફ્ટી ફટકારી હતી. 363 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. મેટ હેનરીએ પાંચમી ઓવરમાં પ્રોટીઝને પ્રથમ સફળતા અપાવી, જેમાં રાયન રિક્લટન (17) ને 20 રને આઉટ કરવામાં આવ્યો. ત્યાંથી, કેપ્ટન ટેમ્બા બાવુમા (71 બોલમાં 56) અને રાસી વાન ડેર ડુસેન (66 બોલમાં 69) એ બીજી વિકેટ માટે ધીમી 105 રનની ભાગીદારી કરી. છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવેલા ડેવિડ મિલરે 47 ઓવર સુધી રમતો રહ્યો, પરંતુ 67 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ અપૂરતી સાબિત થઈ.
રોહિત ચારેય આઈસીસી ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનારા દુનિયાનો પહેલો કેપ્ટન બન્યો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના નામે એક રેકોર્ડ બુક કરી દીધો છે. રોહિત ચારે આઈસીસી ઇવેન્ટના ફાઇનલમાં પહોંચનારા દુનિયાનો પહેલો કેપ્ટન બની ગયો છે. રોહિતની કેપ્ટન્સીમાં ભારત જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચ્યું હતું જ્યારે એ જ વર્ષે નવેમ્બરમાં ભારત વન-ડે વર્લ્ડ કપના ફાઇનલ પહોંચ્યું હતું. ત્યાર બાદ ભારત રોહિતની આગેવાનીમાં જૂન 2024 ટી-20 વર્લ્ડ કપ જીત્યું હતું. હવે ટીમ ઇન્ડિયા રોહિતની કેપ્ટન્સીમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પહોંચી ગયું છે. એ પહેલા ધોનીની આગેવાનીમાં ભારત 2007 અને 2014માં વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચ્યું હતું જ્યારે 2011માં ભારત વનડે વર્લ્ડ કપના ફાઇનલમાં આવ્યું હતું. ધોનીની આગેવાનીમાં ભારત 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ ધોનીને ક્યારેય પોતાની કેપ્ટન્સીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં રમવાનો મોકો મળ્યો નહીં.