રોહિત, રાહુલ અને કોહલીને આરામ અપાયો: 18 નવેમ્બરથી ટી20 સિરીઝનો પ્રારંભ
ટી20 વર્લ્ડ કપ 2022 બાદ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. સોમવારે બીસીસીઆઈ દ્વારા આ પ્રવાસ માટે ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 ટી20 અને ત્રણ વનડે મેચ રમાશે. આ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાના સીનિયર પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ટી20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં આપવામાં આવી છે. વનડે ટીમની કેપ્ટનશીપ શિખર ધવનના હાથમાં રહેશે.ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી જેવા મોટા પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે. એટલે આ તમામ પ્લેયર ટી20 વર્લ્ડકપ 2022 બાદ પોતાના ઘરે જશે.
ભારતીય ટીમ હજુ ઓસ્ટ્રેલિયામાં છે અને ટી20 વર્લ્ડ કપ રમી રહી છે, તેવામાં ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયાની નજીક જ છે. એટલા માટે ટીમના બાકી ખેલાડીઓને આ પ્રવાસ બાદ ઘર પરત ફરવાનું રહેશે. નવેમ્બર બાદ ડિસેમ્બરમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. ઉત્તરપ્રદેશના ઑલરાઉન્ડર યશ દયાલને પહેલી વખત ટીમ ઇન્ડિયામાં મોકો આપવામાં આવ્યો છે. તેઓ બાંગ્લાદેશમાં વનડે સીરીઝ રમશે. યશ લેફ્ટ આર્મ પેસર અને રાઇડ હેન્ડ બેટર છે. મધ્યપ્રદેશના રજત પાટીદારને પણ આ ફોર્મેટમાં જગ્યા આપવામાં આવી છે.