ન્યૂઝીલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલા ઇંગ્લેન્ડને એના જ ઘરમાં પરાસ્ત કર્યું છે. કીવી ટીમે ઈંગ્લેન્ડને 2 ટેસ્ટની શ્રેણીની અંતિમ મેચમાં હરાવ્યું હતું. જેથી ન્યૂઝીલેન્ડે 1-0 થી શ્રેણી પોતાને નામ કરી દીધી છે. આની સાથે ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કીવી પહેલા ભારતીય ટીમ પ્રથમ સ્થાન પર યથાવત હતી. બીજી મેચમાં કેન વિસિયમ્સન ઇજાગ્રસ્ત હોવાથી ટોમ લેથમ કેપ્ટનશિપ કરી રહ્યો હતો.ન્યૂઝીલેન્ડે 22 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. આની પહેલા જુલાઈ 1999માં 2-1 થી હરાવ્યું હતું. હવે ન્યૂઝીલેન્ડની ટીમે 18 જૂનની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ફાઇનલ મેચ પહેલા આ જીત દાખવી છે.

ન્યુઝીલેન્ડની ટીમ સિલેકશનને લઈ મૂંઝવણ ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે!!

ફાઇનલ મેચમાં કીવી ટીમની ભારત સામે ટક્કર થશે.બર્મિંઘમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કર્યા પછી 303 રન બનાવ્યા હતા.જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 388 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કીવી ટીમે પ્રથમ ઇનિંગમાં જ 85 રનની લીડ મેળવી લીધી હતી.ઈંગ્લેન્ડની ટીમે બીજી ઇનિંગમાં 122 રન બનાવ્યા હતા અને ઓલઆઉટ થઈ ગઈ હતી.ન્યૂઝીલેન્ડની ટીમને મેચ જીતવા માટે 38 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં કીવીએ 2 વિકેટના નુકસાને 41 રન બનાવીને મેચ તથા શ્રેણી પોતાને નામ કરી હતી.

બીજી બાજુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ પહેલા 10 દિવસીય ક્વારન્ટીન પીરિયડમાંથી પસાર થઇ રહેલા ભારતીય ક્રિકટરોએ હેમ્પશાયર બાઉલમાં બે દિવસની એક ઇન્ટ્ર-સ્કવોડ પ્રેક્ટિસ મેચ રમી હતી. આ મેચ શુક્રવારે શરૂ થઈ હતી. આ બંને ટીમોના કેપ્ટન વિરાટ કોહલી અને કેએલ રાહુલ હતા.ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પહેલા સાઉથેમ્પટનમાં ઇન્ટ્રા સ્કવોડ મેચ રમી. તેને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અસલી ટક્કર પહેલા એક તૈયારી તરીકે જોવામાં આવી રહ્યુ છે. આ મેચની નાનો વીડિયો બીસીસીઆઈએ પોસ્ટ કર્યો. જેમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરતા નજરે પડે છે. સાથે જ શુભમન ગિલ શોટ મારતા નજરે પડે છે.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ બોલિંગ કરતા નજરે પડે છે. આ ઇન્ટ્રા-સ્ક્વોડ અભ્યાસ મેતમાં વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ શાનદાર બેટિંગ કરી. પંતે પહેલા દિવસે હાફ સેન્ચુરી ફટકારી, જ્યારે બીજા દિવસે પણ તેની શાનદાર ફોર્મ જારી રાખતા 94 બોલમાં અણનમ 121 રનની શાનદાર ઇનિંગ રમી. ઉપરાંત ગિલે પણ 135 માં 85 રન કર્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાના બે બેટ્સમેન સારા ફોર્મમાં છે.

02c

ભારત અનુભવ તો કિવિઝ નવાણિયાઓ પર મુકશે ભાર

ભારત ફાઇનલ મેચ માટે અનુભવી ખેલાડીઓની પસંદગી કરી ચૂક્યું છે. હાલ ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને ઇન્ટ્રાડે પ્રેક્ટિસ પણ કરી રહી છે. ત્યાં ન્યુઝીલેન્ડ નવાણિયા ખેલાડીઓ પર દાવ ખેલી ’રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’ માફક આગળ વધે તેવી પ્રબળ શકયતા છે.  જો કે, ન્યુઝીલેન્ડનું રિસ્ક ઇશ્કમાં પરિવર્તિત થશે કે કેમ? તે તો હવે ફાઇનલ મેચમાં જ ધ્યાને આવશે. જો કે, ઇંગ્લેન્ડની સ્લો પિચ ભારતને ફાયદો કરી શકે છે.

03c

ન્યુઝીલેન્ડ માટે ટીમ કોમ્બિનેશન મોટો પડકાર

એક બાજુ ભારતીય ટીમે કોઈ વધુ વિકલ્પો છોડ્યા નથી જેથી ટીમ કોમ્બિનેશન સારું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યાં બીજી બાજુ ન્યુઝીલેન્ડ પાસે અનેક વિકલ્પો હોવાને કારણે કીવીઝ માટે ટીમ કોમ્બિનેશન કરવું મોટું પડકાર સાબિત થઈ શકે છે. ન્યુઝીલેન્ડ હાલ એ મુંજવણમાં છે કે કોને ટીમમાં લેવા અને કોને બાઉન્ડ્રી બહાર બેસાડવા? જેવી રીતે હાલ કેપટન વિલિયમ્સન રમતા નથી અને બીજી બાજુ ટેલરને કદાચ એક જ મેચ રમાડવાના દાવે ઇંગ્લેન્ડ સામે ઉતારવામાં આવ્યો હતો પણ ટેલર ફોર્મમાં હોય તેવું સામે આવતા કિવિઝનો દાવ ઊંધો પડ્યો અને હવે ટીમમાં સમાવેશ કરવો પડે તેમ છે. તેવી જ રીતે લોયન પણ ફોર્મમાં છે તો કોની પસંદગી અને કોની બાદબાકી તે કિવિઝ માટે મોટો સવાલ છે. યેનકેન પ્રકારે જો ટીમની પસંદગી પણ થાય તો શું કોમ્બિનેશન થશે કે કેમ? તે સવાલ છે પણ આ ફેક્ટર ભારત માટે ફાયદાકારક સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.