ઓખામાં કોસ્ટગાર્ડ આવાસોનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ
દ્વારકામાં પ્રદર્શન ગ્રાઉન્ડ જિલ્લામાં આરોગ્ય કેન્દ્રોના લોકાર્પણ, જિલ્લાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત
રાજય સરકારે દ્વારકા પંથકને નવા વર્ષે ૭૨ કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. ઓખા કોસ્ટગાર્ડ આવાસોના લોકાર્પણ સાથે દ્વારકા વિસ્તારનાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. દ્વારકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારકા આવી પહોંચ્યા હતા. વિજય રૂપાણી ઓખા કોસ્ટગાર્ડના આવાસના લોકર્પણ કર્યા બાદ તેઓ સિગ્નેચર બ્રિજના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ દ્વારકા આવી પહોંચ્યા હતા. સર્કિટ હાઉસના પાછળના મેદાનમાં ભાજપ કાર્યકરો જ્યાં તેઓએ વિવિધ વિકાસના ૫૭.૬૮ કરોડના પાણી પુરવઠા વિભાગના વિવિધ યોજનાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ૪૦૦ જેટલા કાર્યકરોને જાહેરસભામાં કુંવરજીભાઇ બાવળિયા તેમજ જવાહર ચાવડા અને પૂનમ માડમે સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કુલ ૭૨ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં દ્વારકામાં હેરિટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના ભારત સરકાર પુરસ્કૃત અંતર્ગત દ્વારકા શહેરમાં ૨.૫૦ કરોડના ખર્ચે પૌરાણિક નવનિર્મિત બ્રહ્મકુંડ , હરિકુંડ અને ગોમતીઘાટનું લોકાર્પણ કર્યું હતું અને અટલ મિશન ફોર રીજુવનેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન યોજના હેઠળ ૧.૫૦ કરોડના ખર્ચે નિર્મિત ૧ લાખ ચોરસ ફૂટના વિશાલ પાર્કિંગસહ પ્રદર્શન ગ્રાઉન્ડનું લોકાર્પણ કર્યું હતું. દ્વારકા જિલ્લાની પાણી પુરવઠા વિભાગની ૫૭.૬૮ કરોડના ખર્ચે બનેલ પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટરના યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ખંભાળીયા અને ભાણવડ તેમજ દ્વારકા તાલુકાના નાના માંઢા ટુ જોઈન એચ.એસ.રોડ, સણખલા-નવા સણખલા રોડ તથા સીસી રોડ ઓન મેઘપર ટીટોડી ટૂ જોઈન એસ.એચ.રોડનું ઇ-ખાતમુહૂર્ત તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો માટે ૧૧.૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૩૧ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકર્પણ, કલ્યાણપુરમાં આવેલ સરકારી વિનિયન કોલેજમાં ૧૭ લાખના ખર્ચે કોમ્પ્યુટર લેગ્વેજ લેબનું ઇ-લોકાર્પણ, દ્વારકામાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. ૬૬ કેવી ધ્રાસણવેલ સબ સ્ટેશનનું ભૂમિપૂજન મુખ્યમંત્રીએ કર્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો માટે ૧૧.૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૩૧ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આમ કુલ ૭૨ કરોડના વિવિધ વિકાસ કામોના લોકર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. રૂપાણી જાહેરસભાને સંબોધી દ્વારકાધીશના દર્શન કર્યા વિના તેઓ પોતાના કાફલા સાથે રાજકોટ રવાના થયા હતા.
દ્વારકામાં ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવાશે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી અને રાજાધીરાજ શ્રી દ્વારકાધીશના દર્શન કરી દ્વારકાવાસીઓના મુખ્ય પાણી પ્રશ્ને નીવેડો લાવવા દ્વારકાના ખારા પાણીનું મીઠાપાણીમાં પ્લાન્ટ દ્વારા પરીવર્તન કરી દ્વારકાવાશીઓને આપવાની જાહેરાત કરાઇ હતી. દ્વારકાથી આશરે ૩૦ કી.મી દુર આવેલ બેટ દ્વારકામાં બની રહેલ બ્રીજના કામની મુલાકાત લીધી. ઓખા-બેટ વચ્ચે આશરે ૯૦૦ કરોડ ઉપરના ખર્ચે બની રહેલ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ સીગ્નેચર ઓવર બ્રીજનું નિરીક્ષણ હોવરક્રાફ્ટમાં બેસી કર્યું હતું. આ અદભુત સીગ્નેચર બ્રીજની આશરે લંબાઇ ૨૩૨૦ મીટરની રહેશે જેમા કેબલ સ્ટેઇડ બ્રીજ આશરે ૯૦૦ મીટર રહેશે આ બ્રીજના મુખ્ય ગાળાની લંબાઇ ૫૦૦ મીટર તથા પુલની પહોળાઇ આશરે ૨૭.૨૦ મીટરની રહેશે જેમા ફોર ટ્રેક રોડ તથા પુલની બન્ને બાજુ ફૂટપાથ બનાવવામાં આવશે આ ફૂટપાથ ઉપર ઓખાથી બેટ તરફ યાત્રાળુઓ ચાલીને પણ જઇ શકે તેવી તૈયારીઓ હાથ ધરાઇ છે.