રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહનું સન્માન
જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં મહાવીર નિર્વાણ કલ્યાણકની ઉજવણી બાદ નૂતન વર્ષ માંગલિક કાર્યક્રમમાં મુંબઇ – દાદરની જૈનશાળાના 30 બાળકોએ વિવિધ કાર્યક્રમ રજુ કરેલ.જ્ઞાનદાતા નીતા ગાલા, મમતા મહેતા, નિલ્પા કોરડીયા, કિરણ મહેતા, ભૈરવી શાહે, સંઘની વ્યવસ્થાને બિરદાવી હતી. મહાદેવ ટ્રાવેલ્સે દ્વારકા, સોમનાથ, મોચા હનુમાન, પોરબંદરની યાત્રામાં સુંદર વ્યવસ્થા સંભાળી હતી.રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા અને ડો. પારસ શાહનું સન્માન વિજયાબેન અને સુભાષ જૈનના હસ્તે કરાયું હતું.સતાપરના માંડા આતા ભુવા અને હીરીબેન તેમજ શિવાનીબેન કરમુર, કશ્યપ કરમુર, ભદ્રાબેન શાહ, શોભાબેન કોઠારી, વિવેક અને રીની દોશી, નિર્મળાબેન છડછયા હિતેશ શાહ, હરીશ મહેતા, અરજણ કરમુર વગેરેનું અભિવાદન કરવામાં આવેલ. જ્ઞાન પંચમીની આરાધના કલાબેન ચિત્તરંજન ખીમાણી તરફથી કરાવવામાં આવેલ. જૈન શાળા ના બાળકોનું બહુાન અમિત દિનેશ રૂપાણીએ કરેલ.
જશાપરમાં મગીયા પરિવાર દ્વારા કરૂણા ફાઉન્ડેશનને એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ
કરૂણા ફાઉન્ડેશન એનીમલ હેલ્પલાઈન દ્વારા રસ્તે રઝળતા, નીરાધાર પશુ, પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. છેલ્લા 18 વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા મૂંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ’મોબાઈલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં, વિશ્વમાં હેલ્પલાઇન ચાલુ થાય તેવું સંસ્થાનું ધ્યેય છે. સંસ્થાનાં પ્રમુખ તરીકે મિતલ ખેતાણી, ટ્રસ્ટીઓ ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્યામભાઇ ઠકકર, સેક્રેટરી પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ,ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા સેવા આપે છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્થાને અનેક એવોર્ડસ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક પ્રવચન શ્રેણી અંતર્ગત સ્વરૂપ ચૌદશના કરૂણા ફાઉન્ડેશન રાજકોટનાં ટ્રસ્ટી પ્રતિકભાઇ સંઘાણી, એડવોકેટ રવિભાઇ સેજપાલ વગેરેનું સન્માન કરાયું હતું. સાવરકુંડલાનાં વતની હાલ કાંદીવલી સ્થિત સ્વ.જૈનીશ કિરીટભાઇ મગીયાની સ્મૃતિમાં અબોલ જીવોની સેવા માટે દેવલાલી સ્થિત પૂ.વિમળાબાઇ મ.સ. પ્રેરિત એનિમલ હેલ્પલાઇન એમ્બ્યુલન્સની અર્પણ વિધિ પૂ.ધીરગુદેવના માંગલિક બાદ ગ્રામજનોએ કરેલ હતી.