૭ જાન્યુઆરી સુધી ચાલનારી આ ઝુંબેશમાં તમામ ૧૮ વોર્ડમાં સંવેદનશીલ વિસ્તારો અને સોસાયટીઓમાં ફોગીંગ કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ એટલે કે નવા વર્ષી વન-ડે થ્રી વોર્ડ ફોગીંગ ઝુંબેશ શ કરવામાં આવશે. જેમાં ૭મી જાન્યુઆરી સુધી શહેરના તમામ ૧૮ વોર્ડમાં સંવેદનશીલ વિસ્તારો અને સોસાયટીમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આવતીકાલે વોર્ડ નં.૧,૨ અને ૪માં ગાંધીગ્રામ, જીવંતીકાનગર મેઈન રોડ, ગૌતમનગર, લાભદિપ સોસા., સત્યનારાયણ, લાખના બંગલા વાળો રોડ, ઈન્દિરાનગર મફતીયુ, શાસ્ત્રીનગર, ભારતીનગર, કાશી વિશ્ર્વના પ્લોટ, આદર્શ સોસાયટી, શ્રીમદ્ પાર્ક, રઘુનંદન પાર્ક, રેસકોર્સ પાર્ક, આરાધના સોસાયટી, અભિલાષા સોસાયટી, શ્રીનગર, સ્વસ્તીક સોસાયટી, શ્રેયસનગર, ચુડાસમા પ્લોટ, સુભાષનગર, ધ્રુવનગર, નહેરુનગર, રજાનગર, ગીત ગુર્જરી સોસાયટી, સ્વસિદ્ધી સોસાયટી, દિવ્ય સિદ્ધી સોસાયટી, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, ગાયત્રીધામ, ખોડીયારપરા, મિયાણાવાસ, બોરીચાવાસ, બાવાવાસ, જયપ્રકાશનગર, સુખ સાગર સોસાયટી, મહાત્મા ગાંધી સોસાયટી, રોહીદાસપરા, ચામુંડા સોસાયટી, ગણેશનગર, ભગવતિપરા, અક્ષર પાર્ક સહિતના વિસ્તારોમાં ફોગીંગ કરવામાં આવશે. જ્યારે બીજી જાન્યુઆરીના રોજ વોર્ડ નં.૮, વોર્ડ નં.૩ અને વોર્ડ નં.૫ના વિવિધ સ્તારોમાં, ૩ જાન્યુઆરીના રોજ વોર્ડ નં.૯,૭ અને ૬ના વિસ્તારોમાં ૪ી જાન્યુઆરીના રોજ વોર્ડ નં.૧૦,૧૩ અને વોર્ડ નં.૧૫ના વિસ્તારોમાં છઠી જાન્યુઆરીના રોજ વોર્ડ નં.૧૧,૧૪ અને વોર્ડ ૧૬માં જ્યારે ૭મી જાન્યુઆરીના રોજ વોર્ડ નં.૧૨,૧૭ અને ૧૮માં ફોગીંગ કરવામાં આવશે. દર વર્ષે જૂની ડિસેમ્બર માસ દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરીયા કેસમાં વધારો નોંધાય છે. આવા સમયમાં નવા વર્ષના આરંભી જ રોગચાળો ન વકરે તે માટે ફોગીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. લોકોને સામાન્ય તાવ આવે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં લોહીની તપાસ કરાવી નિદાન અને સારવાર કરાવવા પણ મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.