નવા વર્ષ પર, આપણે બધા આપણા જીવનમાં એવા ફેરફારો ઇચ્છીએ છીએ જે આપણને ખુશીઓ આપે. કારણ કે 2020, 2021 માં કોરોના રોગચાળાને કારણે આપણા જીવનમાં એવો દુઃખદ અનુભવ થયો છે કે નવા વર્ષને કોઈ ચૂકવા માંગતું નથી. આખો દેશ આ ભયંકર ક્ષણને ક્યારેય ભૂલી શકશે નહીં. દરેકના જીવનમાં આવા ભયંકર પરિવર્તનો આવ્યા જે વિશે ક્યારેય વિચાર્યું ન હતું પરતું હવે નવું વર્ષ અને નવા પ્રકલ્પો સાથે જિંદગીના સરવાળા સાથે કઈક આ રીતે શરૂ કરો.
તમને થતું હસે કે સરવાળો કેવી રીતે આગળ વધારી શકે તો જુઓ જિંદગી માં સરવાળો શું કહે છે ?
ગણિત એટલે 10 આંકડા, 0 થી 9 વચ્ચે તમામ ગણિત આવી જાય છે. તો સરવાળાનું ગણિત સમજો.
- તમે કોઈ એક આંકડો 1 થી 100 વચ્ચે પસંદ કરી લો ઉદાહરણ તરીકે 35
- આ આંકડાનો છેલ્લો અંક કહે છે પહેલા આકડા જેટલા 9 મારી પાસે છે ઉદાહરણ 5 કહે છે 3 વખત 9 છે એટલે 27.
- હવે 35 ને છૂટા પાડી સરવાળો કરો 3+5= 8.
- બધાનો સરવાળો કરો 27+3+5=35.
જોયું તમે પાછા સરવાળો થઈને 35 આવી ગયા જિંદગીનું ગણિત પણ આવું જ છે તેમાં હમેશા સરવાળો થાય છે તમે કોઈ પણ સંખ્યા લઈ લો. આ 3 આકડાની હતી તમે 3 અંક 4 અંક કે અનંત સુધી આવી રીતે સરવાળો કરશો તો પણ જવાબ તમારી સંખ્યા જ પાછી મળશે.
વિદ્યાર્થીઓથી માંડીને નોકરીવાંચ્છુઓ સુધીના જીવનમાં એવો બ્રેક આવ્યો કે કોઈ ભણી ન શક્યું તો કોઈની નોકરી જતી રહી. દરેક વ્યક્તિએ તેમના જીવનમાં ગયા વર્ષે ખૂબ જ ખુશી ગુમાવી છે. જેની ઉણપ ક્યારેય પુરી શકાતી નથી. પરતું નવા વર્ષે નવા પ્રકલ્પો(રિઝોલ્યુશન) સિદ્ધાતોથી શરૂ કરી શકો છો.
જો આવી સ્થિતિમાં, તમે બધા ઈચ્છો છો કે વર્ષ 2022 તમારા જીવનમાં કેટલીક સારી વસ્તુઓ, સારી યાદો લઈને આવે. તો ચોક્કસપણે તમારી પસંદગીના કેટલાક રિઝોલ્યુશન અપનાવો. જે તમને બધાને એક નવી દિશા બતાવવાનું કામ કરશે.
- તમારા સંપર્કમાં વધારો કરો (સ્ટે ઇન ટચ): નવા વર્ષમાં સૌ પ્રથમ, તમારો સંપર્ક વધારો. મિત્રો, સંબંધીઓ, ઓફિસના સાથીઓ અને અન્ય લોકો જેમને તમે કોઈ કારણોસર મળી શક્યા નથી. તેને મળો હાલ ચાલ પૂછો અને તમે સાચા છો, તમને પણ ગમશે અને સકારાત્મકતાનો અહેસાસ પણ થશે.
- તમારી અંદર છુપાયેલી પ્રતિભાને નિખારો : નવા વર્ષમાં તમારી અંદર છુપાયેલી પ્રતિભા, કૌશલ્યને નિખારવાનો પ્રયાસ કરો. અને તમારી જાતને વચન આપો કે આ વર્ષે આપણે તે કરવાનું છે.આવું નવું કામ કરવા માંગો છો. જે અગાઉ ક્યારેય કરવામાં આવ્યું નથી. તેથી આ વર્ષે ચોક્કસપણે તમારો વિકાસ થશે. જે તમને ખુશીનો અહેસાસ કરાવે છે.
3. નિયમિત કસરત અથવા જોગિંગ કરો: નવા પ્રકલ્પો(રિઝોલ્યુશન)માં આ વર્ષમાં તમારા શરીર અને સ્વાસ્થ્યની કાળજી લો. દરરોજ કસરત અથવા જોગિંગ કરવા માટે સમય કાઢો. આ નવા રિઝોલ્યુશન સાથે તમે સ્વસ્થ જીવન જીવી શકો છો. અમે એવી આશા રાખીએ છીએ કે તમારું સવાસ્થ્ય સારું રહે અને નીરોગી રહો.
4. પુષ્કળ પાણી પીવો: નવા વર્ષમાં સૌથી મહત્વની બાબત એ છે કે આખા દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી તમને સારું લાગશે અને તમારા પેટનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ બહુ જ નાનકડી બાબત છે પરતું તમારા શરીરમાં તમને બહુ જ બદલાવનો આનુભવ થશે
5. ટેન્શનને ગુડ બાય કહો: નવા વર્ષની પૂર્વસંધ્યાએ, તમારી મુશ્કેલીઓ દૂર કરવાની પ્રતિજ્ઞા લો. પરંતુ દરેકની સાથે સમસ્યાઓ છે, તેનાથી ભાગી શકાતું નથી. પરંતુ તેમ છતાં, કોઈપણ પ્રકારની મુશ્કેલીને બુદ્ધિ, ક્ષમતાથી દૂર કરી શકાય છે. એટલા માટે તમારા મન અને દિમાગને કહો કે ઓલ ઈઝ વેલ છે અને તેને ટેન્શનમાંથી બહાર કાઢીને કામે લગાડી દો.