મુસાફરીનો સમય ર૦ ટકા ઘટી જશે, ટ્રેન ૧૮ અને ટ્રેન ર૦ વાઇફાઇ સ્ટેઇનબેસ સ્ટિલ બોડી, મોર્ડન લૂકથી સજજ
નવા વર્ષમાં જુન મહિનાથી ભારતીય રેલવે સૌ પ્રથમ સેમી હાઇ સ્પીડ ધરાવતી ટ્રેન ટ્રેક પર દોડતી કરશે. જેમાં સામાન્ય મુસાફરી કરતા ર૦ ટકા સમયનો બચાવ થશે. ચેન્નઇના રેલવે કોચ ફેકટરી દ્વારા આ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે એક સંપૂર્ણ એર કંડીશન કોચ ધરાવશે. આ ટ્રેન વલ્ડ કલાસ એટલા માટે કહેવામાં આવી રહી છે. કારણ કે તેમાં મુસાફરો માટે મનોરંજન તેમજ માહીતી માટે બોર્ડ, વાઇફાઇ, જીપીએસ સિસ્ટમ સાથે ઇન્ટીરીયલ તેમજ એલઇડી લાઇટ સજજ રહેશે.
આ ઉપરાંત એસી ચેર કાર ૧૮ ટ્રેનમાં મોર્ડન લૂક માટે કાચની બારી રાખવામાં આવી છે. તો ઓટોમેટીક સ્લાઇડ કોર પણ છે. મોડયુલર ટોયલેટની સુવિધા સાથે આ ટ્રેનની ગતિ ૧૬૦ કી.મી. પ્રતિ કલાકની છે. જે ૧૬ કોચની સુવિધા ધરાવશે તો ટ્રેન ૨૦ની સ્પીડ ૧૭૬ કી.મી. પ્રતિ કલાકની છે. એલ્યુમીનીયમ કાર બોડી ધરાવતા આલિશાન કોચ તમને વિદેશમાં હોવાનો અહેસાસ કરાવશે. આ ટ્રેનમાં પણ ટ્રેન ૧૮ જેટલી જ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટ અંતર્ગત આ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રેન ૧૮ ને તો સ્ટેઇનલેસ સ્ટીલ બોડી રહેશે.