સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટો શેત્રુજી ડેમ અને ખોડિયાર ડેમ છલકાય ગયા છે. દરમિયાન ભાદર સહિતના ૨૬ જળાશયોમાં સતત બીજા દિવસે પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. ગઈકાલ સાંજથી સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરજાએ વિરામ લીધો છે. છતા છલકાતા નદી અને નાળાના કારણે જળાશયોમાં ધીમીધારે પાણીની આવક હજી ચાલુ છે.મેઘરાજાએ એક જ દિવસમાં મોટાભાગના વિસ્તારોમા પાણી પ્રશ્ર્ન હલ કરી દીધો છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૬ ડેમમાં પાણીની આવક થવા પામી છે.
રાજકોટ જિલ્લાના ભાદર ડેમમા ૦.૨૬ ફૂટ પાણીની આવક થવા પામી છે. ૩૪ ફૂટે ઓવર ફલો થતા ભાદરની સપાટી ૨૨.૫૦ ફૂટે પહોચી જવા પામી છે. ડેમમાં ૨૫૧૪ એમસીએફટી પાણીની આવક થવા પામી છે. આ ઉપરાંત આજી-૧ ડેમમાં ૦.૩૯ ફૂટ, આજી-૨ ડેમમાં ૦.૪૯ ફૂટ, ન્યારી-૧ ડેમમાં ૦.૧૯ ફૂટ, ખશેડાપીપરમાં ૦.૯૮ ફૂટ, છાપરવાડી-૧ ૦.૬૬ ફૂટ, છાપરવાડી-૨માં ૩.૬૧ ફૂટ અને ભાદર-૨ ડેમમાં ૦.૬૬ ફૂટ પાણીની આવક થવા પામી છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ આ જીલ્લામાં પડ્યો
મોરબી જિલ્લાના મચ્છુ-૧ ડેમમાં ૧.૦૨ ફૂટ, ડેમી-૧ ડેમમાં ૦.૨૩ ફૂટ, ડેમી-૨ ડેમમાં ૦.૧૬ ફૂટ, જામનગર જિલ્લાનાં પન્ના ડેમમાં ૦.૮૨ ફૂટ, ફૂલઝર-૨માં ૧.૬૪ ફૂટ, આજી-૪ ડેમમાં ૦.૩૩ ફૂટ, કંકાવટીમાં ૨માં ૨.૮૯ ફૂટ, ઉંડ-૨ ડેમમાં ૪.૭૬ ફૂટ, ફુલઝર કોબામાં ૦.૪૯ ફૂટ, પાણીની આવક થવા પામી છે. દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં ૦.૩૩ ફૂટ, વર્તુ-૧માં ૧.૩૧ ફૂટ, વર્તુ-૨ ડેમમાં ૨.૭૯ ફૂટ, સીંધણી ડેમમાં ૮.૭૯ ફૂટ અને વેરાડી-૨માં ૦.૪૯ ફૂટ પાણી આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-૧માં ૦.૬૯ ફૂટ, પોરબંદર જિલ્લાના સોરઠીમાં ૩.૯૪ ફૂટ અને અમરેલી જિલ્લાનાં સાકરોલીમાં ૧.૦૨ ફૂટ પાણીની આવક થવા પામી છે. ખોડીયાર ડેમ ઓવર ફલો થઈ ગયો છે.