સસોઈમાં ત્રણ ફૂટ અને રણજીતસાગર ડેમમાં અડધો ફૂટ નવા નીરની આવક
જિલ્લામાં પાણીની કોઇ સમસ્યા નથી. શહેરને હમેંશા પાણી પૂરૂ પાડતાં સસોઈ ડેમાં ત્રણ ફૂટ નવું પાણી આવ્યું હતું અને જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં અડધો ફૂટ નવા પાણીની આવક થઈ હતી. તેમજ વર્તુળ 2 માં પણ પાણીની આવક થઇ હતી અને શહેરની શાન ગણાતું રણમલ તળાવમાં પણ નવા નીરની આવક થઇ છે જેથી શહેરના ડંકી ના તોળ ઊંચા આવે છે.જિલ્લામાં 25 ડેમોમાંથી 14 ડેમમાં પાણીનો જથ્થો માત્ર 14 ટકા છે ત્યારે જિલ્લાના 417 ગામોમાંથી 217 ગામો નર્મદાનીર આધારિત છે. જ્યારે વરસાદ શહેર અને જિલ્લામાં પડવાથી પાણીનો સમસ્યાનો ઉકેલ થયો છે.
જામનગર જિલ્લામાં ગત વર્ષે સરેરાશ 51થી જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થયા હતા જ્યારે પાણીની જરૂરિયાત તેમજ સિંચાઇ માટે પાણી છોડવા તેમજ બાષ્પીભવન અને જમીનમાં પાણી ઉતરવાથી જળ સપાટી નીચી થઈ હતી.તાલુકાના 49, લાલપુરના 38, ધ્રોલના 20, જોડીયા 25, કાલાવડના 54, જામજોધપુરના 31 મળીને કુલ 217 ગામોમાં નર્મદાના નીર પણ આધારિત છે.જ્યારે જિલ્લાના 169 ગામો સ્વતંત્ર પાણીની વ્યવસ્થા ધરાવે છે. જ્યારે જૂથ યોજના આધારિત ગામોની વાત કરીએ તો જામનગરના 12 ધ્રોલના 10, કાલાવડના 8 મળીને કુલ 30 ગામોને જુથ યોજનાનું પાણી મળે છે. શહેરને પીવાનું પાણી પુરું પાડતા સસોઈ અને રણજીતસાગર ડેમમાં પાણીનો જથ્થો હાલ પડ્યો છે. ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં પાણીની આવક થઈ હતી .
જેમાં રાજાશાહી વખતના રણજીતસાગર ડેમ માં અડધો ફૂટ અને સોસાયટી ડેમમાં ત્રણ ફૂટ જેટલી પાણીની આવક થઇ છે. અને શહેરની મધ્યમાં આવેલું રણમલ તળાવમાં પણ ધીરે ધીરે નવા નીરની આવક ચાલુ થઇ છે.સસોઈ ડેમમાં નવું 3 ફૂટ પાણી આવ્યું છે અને વધુ દોઢ મહિના સુધીનો પાણીનો જથ્થો આવ્યો છે. તેમજ રાજાશાહી વખતના રણજીતસાગર ડેમમાં પણ અડધો ફુટ પાણીની આવક થઇ છે જેમાં ડેમ 60 ટકાથી વધુ ભરાયેલો છે જેથી શહેરમાં પાણીની કોઇ પણ પ્રકારની આગામી મહિનાઓ સુધી સમસ્યા થશે નહીં. હજી તો ચોમાસાની શરૂઆત જ છે ત્યારે શહેર જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે જેથી કરીને શહેર અને જિલ્લામાં પીવાના પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય એવી પરિસ્થિતિ નથી.