રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ,રાજકોટ દ્વારા મુજબ જિલ્લાના નવ જળાશયોમાં તાજેતરના વરસાદને લીધે નવા નીર આવ્યા છે, જેની વિગતો નીચે મુજબ છે.વરસાદની શરૂઆત થતાં જ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં 80 ડેમોમાંથી 11 ડેમો અડધાથી પોણા ફૂટ સુધી ભરાઈ ગયા છે.
મોજ, ફોફળ, આજી2,ન્યારી-1,છાપરવાડી-2 અને વાંસલ સહિતના ડેમમાં અડધા ફૂટની આવક થઈ છે. જ્યારે જામનગરના ફોફળ 2 ડેમમાં 3 ફુટ નવા નીરની આવક થઈ છે. ગીરગઢડાનો દ્રોણેશ્વર ડેમ પહેલા વરસાદમાં જ ઓવરફ્લો થઇ ગયો છે.
અનું.નં. | યોજનાનું નામ | ઉંડાઈ ફુટમાં | ઉંડાઈ ફુટમાં | આજની ઉંડાઈ ફુટમાં | ૨૪ કલાકમાં ઉંડાઈમાં થયેલ વધારો |
૧ | મોજ | ૪૪.૦૦ | ૪૪.૦૦ | ૨૪.૪૦ | ૦.૦૩ |
૨ | ફોફળ | ૪૦.૧૯ | ૨૫.૫૦ | ૧૦.૩૦ | ૦.૨૦ |
૩ | આજી-૨ | ૪૨.૧૯ | ૩૦.૧૦ | ૨૪.૧૦ | ૦.૦૩ |
૪ | ન્યારી-૧ | ૪૭.૫૭ | ૨૫.૧૦ | ૧૪.૯૦ | ૦.૩૩ |
૫ | છાપરવાડી-૨ | ૪૦.૬૨ | ૨૫.૦૦ | ૦.૦૦ | ૦.૯૮ |