જૂના ફોટો ઓળખપત્રમાથી પીવીસી મતદાર ઓળખપત્ર માટે ૨જી જૂની કામગીરી શરૂ કરાશે
ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ હેઠળ નવા ઉમેરાયેલા મતદારોને આગામી તા.૨૦મી જૂન સુધીમાં નવા ફોટો ઓળખપત્ર મળે તેવી વ્યવસ ગોઠવવામાં આવી છે અને ફોટો ઓળખપત્ર તૈયાર થયે બીએલઓ મારફતે ડોર ટુ ડોર આ ઓળખપત્રનું વિતરણ કરવામાં આવશે.
જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં પ્રસિધ્ધ યેલી સુધારેલી મતદાર યાદીમાં નવા ઉમેરાયેલા મતદારોને આગામી તા.૨૦ જૂન સુધીમાં ફોટો ઓળખપત્ર મળી જાય તે માટે રાજય ચૂંટણીપંચ દ્વારા ખાનગી પેઢીને કોન્ટ્રાકટ અપાયો છે.
વધુમાં રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ નવા ફોટો ઓળખપત્ર તૈયાર યા બાદ બીએલઓ મારફતે મતદારોને ઘેર બેઠા ફોટો ઓળખપત્ર મળી જાય તેવી વ્યવસ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત જે મતદારો પોતાના જૂના ઓળખપત્રમાંથી નવા પીવીસી ઓળખપત્ર મેળવવા ઈચ્છતા હોય તેના માટે તા.૨જી જૂની તમામ કેન્દ્રો પરી પીવીસી કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવશે.