૭૦થી વધુ શાકભાજીનાં વેપારીઓ જયાં બેસતા તે જૂની શાકમાર્કેટમાં જગ્યાના અભાવે સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ અશકય લાગતા પ્રાંત અધિકારી સરયુ ઝણકારે ખાનગી જમીનમાં હંગામી શાકમાર્કેટ ઉભી કરાવી: માર્કેટ બહાર સેનેટાઝર મશીન પણ લગાવાયું

કોરોનાની મહામારીથી બચાવ સાથે આર્થિક વ્યવહાર બરકરાર રાખવા ગ્રામ પંચાયતનો અભિનવ પ્રયોગ

સુર્યોદય થતાં સાથે જ રેકડીમાં અવનવાં શાકભાજી અને ફળફળાદી લઇને જતાં શાકબકાલું વેંચતા નાના ફેરીયાઓ ગામની નિશ્ચિત જગ્યાએ શાકમાર્કેટ તરફ પ્રયાણ કરે એ દ્રશ્ય આપણી રોજબરેાજની દિનચર્ચા સાથે જોડાયેલું છે. પરંતં  છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીને કારણે આ દ્રશ્ય આપણને જોવા મળતુંનથી.

કોરોનો મહામારીના સંક્રમણને અટકાવવાના પ્રયાસો અન્વયે રાજય અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં લોકડાઉન સંદર્ભે અમલી બનાવાયેલા સાવચેતીના પગલાંઓ  અંતર્ગત હાલના સમયમાં લોકોની ભીડ એકઠી ન થાય તે અનિવાર્ય છે. રાજય સરકારે અનલોક-૧ અન્વયે ગુજરાતમાં આપેલી છુટછાટો સાથે  પ્રત્યેક નાગરીકોને કોરાના સંક્રમણ ન ફેલાય તે પ્રત્યે સાવધાની રાખવા અનુરોધ કર્યો છે.  અનલોક -૧ અન્વયે રાજય સરકારની માર્ગદર્શિકાનું પલન થાય તે માટે રાજકોટ જિલ્લાના કુલ ૧૦ હજારની વસતી ધરાવતા પડધરી ગામે કોરાના સંક્રમણ સામે બચાવ સાથે ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું રહેઅને શાકભાજી તથા ફળફળાદી જેવી જીવનજરૂરી ચિજવસ્તુઓ આસાનીથી ઉપલબ્ધ રહે તે માટે ખાસ પ્રકારની વ્યવસથા સાથેની શાકમાર્કેટનો અભિનવ પ્રયોગ અમલી બન્યો છે.

અભિનવ શાકમાર્કેટના પ્રયોગ માટે પ્રેરણોથાત એવા રાજકોટ જિલ્લા ગ્રામ્ય પ્રાંત અધિકારી સરયુબેન ઝનકારે માહિતી આપતાં જણાાવ્યું કે અહીંની જુની શાકમાર્કેટ ૨૫૦૦ ચો.ફુટની હતી. આવી નાની જગ્યામાં ૭૦ થી વધુ શાકભાજી વેંચતા ફેરીયાઓનો સમાવેશ કરવો અને તે પણ સોશ્યિલ ડીસ્ટન્સીંગના અમલ સાથે અશકય હતું. આથી સ્થાનિક રહીશોને અપીલ કરાઇ તથા ગ્રામપંચાયત અને અગ્રણીઓના સહયોગી ખાનગી માલીકીની જમીન હંગામી ધોરણે આ ખાસ શાકમાર્કેટ શરૂ કરવા માટે મળી છે. જેમાં શાકભાજીના ફેરીયાઓ અને ખરીદાર લોકોને ખાસ બનાવાયેલા સેનેટાઇઝર મશીન દ્વારા સેનેટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવે છે. અહીં અલગ અલગ જણસ જેવી કે લીલોતરી શાક, અથાણા માટેના કેરી ગુંદાના થડા તથા બટાકા અને ડુંગળીના થડાઓની ગોઠવણીમાં પણ  સોશીયલ ડીસ્ટીન્સીંગનું આપમેળે પાલન થાય તેવી વિશિષ્ટ ગોઠવણી કરાઇ છે.

dsg

ઉલ્લેખનીય છે કે, પડધરી તાલુકા મથક હોવા ઉપરાંત આસપાસના ૩૫ થી વધુ ગામો માટેની મુખ્ય બજાર છે. અહીં ખેત ઉત્પાદન ઉપરાંત નાના અને મધ્યમ ઉદ્યોગો પણ આવેલા છે. આથી સોશિયલ ડીસ્ટન્સીંગની જાળવણી અને કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરી પડકારજનક કામગીરી બની રહે છે. શાકમાર્કેટના આયોજનમાં સહયોગથી એવા પડધરીના સરપંચશ્રી વિજયભાઇ પરમારના મતાનુસાર શાકભાજીએ રોજીંદી જરૂરીયાત હોવાથી  શાકમાર્કેટ એ કોરોના સંક્રમણ માટે સંવેદનશીલ સ્થળ બની રહે છે. આથી જુની શાકમાર્કેટની જગ્યાએ ખુલ્લી જગ્યાએ શાકમાર્કેટ શરૂ થતા કોરોના સંક્રમણી બચાવ શકય બનશે.

શાકભાજીનો વ્યવસાય કરતા સંદીપભાઇ કટોસણા સલામતી સાથે રોજગારીની આ આગવી વ્યવસ્થા સંતોષ વ્યકત કરતા કહે છે કે, આ નવા શાકમાર્કેટમાં શાકભાજી વેચાણ કરતા અમારા જેવા ફેરીયાઓને કોરોના સામે સલામતી સાથે રોજગારી પણ સુલભ બની રહી છે. લોકોને પણ તાજા શાકભાજી એક જ સ્થળે મળી રહે છે.

શરૂઆતી જ કોરોના સંક્રમણના બચાવમાં અગ્રેસર રહેલા અને ગ્રીનઝોનમાં સમાવિષ્ટ એવા પડધરી ગામ આમ તો પ્રારંભથી જ કોરોના સામેની લડાઇમાં સતત જાગૃત રહ્યું છે. મોઢા પર માસ્ક કે રૂમાલ સો શાકભાજી ખરીદ કરતા રહીશો કોરોના સંક્રમણ પ્રત્યેની જાગૃતિ સ્પષ્ટ જણાઇ આવે છે.

fg

આ શાકમાર્કેટના વિશિષ્ટ સ્થળની પસદંગી અંગે સ્પષ્ટતા કરતા મામલતદાર ભાવનાબેન વિરોજા જણાવે છે કે ગામની બજારમાં,  સહુને સુવિધા જનક સાથે પોલીસ સ્ટેશનના સમીપ આ સ્થળ આવેલ હોવાથી વેપારીઓ અને ખરીદાર લોકોની સલામતી પણ જળવાઇ રહે છે.

આ શાકમાર્કેટના અભિનવ પ્રયોગના સફળ અમલીકરણમાં અને વ્યવસથાને સુચારૂ બનાવવામાં તલાટી  ટી.એસ.પઠાણ સહિત પોલીસ અધિકારી અને કર્મચારીઓનું પણ અનન્ય યોગદાન રહયું છે. આમ રાજકોટ સમીપ આવેલા નાનાકડા પણ ગોકુળિયા ગામના અભિગમને તાદ્રશ્ય કરતા પડધરી ગામે કોરોના સંકમણી બચાવ સાથે ગ્રામજીવનને બરકરાર રાખવાના સલામત શાકમાર્કેટના અભિનવ પ્રયોગ થકી  કોરોના સંક્રમણના બચાવ સાથે પ્રગતિના પથ પર આગળ વધવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અભિગમને સકારાત્મક પ્રતિભાવ સાથે પ્રેરકબળ પુરૂ પાડયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.