હરખ અને શોકની, નાવે જેને હેડકી, આઠે પહોર આનંદ
ભકિત કરો પાતાલમે, પ્રગટ ભયે આકાશ
દાબી-દુબી નહીં રહે, કસ્તુરી કી બાસ…
સંતો, મહાપુરૂષોએ આત્મચિંતન-મનન-સાધના અને મંથન દ્વારા અનુભવોનાં આધારે એક જ માર્ગે જતી ભકિતની જુદી જુદી રીતે વ્યાખ્યાઓ કરી છે. ભકિતના નવ પ્રકારો દર્શાવતી નનવધા ભકિતથનો રામચરિત માનસમાં પણ ઉલ્લેખ કરાયો છે.
વર્તમાન સમયમાં ‘નવધાભકિત’ને સરળ અને તળપદી ભાષામાં જોઈએ તો આપણે નિષ્ઠા પૂર્વક નિર્ણય કરીએ તો આમાથી એકાદી ભકિતતો અત્યારથી જ કરી શકાય એટલી સહેલી ભકિત બતાવી છે.
‘પ્રથમ ભકિત, સંતન કર સંગા
દુસરી રતી જામ કથા પ્રસંગા’
પહેલી ભકિત સંતનો સંગ આપણે કોઈ સંતન સંગમાં રહેતા હોઈએ તો સમજવું કે, આપણામાં પહેલી ભકિત છે. કદાચ પ્રશ્ર્ન થાય કે સંત કહેવા કોને? જો કે અનેક વ્યાખ્યા છે. પૈકીની સરળ વ્યાખ્યા કરીએ તો જેના સંગમાં શાંતિ મળે, બીજા અર્થમાં જોઈએ તો જેનું અંદર અને બહાર બેયબાજુ પવિત્ર જીવન છે. મહાભારતની દ્રષ્ટીએ જોઈએ તો જેની આંખમાં અમૃત, વાણીમાં સત્ય, હૃદયમાં બધા પ્રત્ય ભાવ અને જેના જીવનમાં ભારતીય ઋષિઓ સંસ્કૃતિની મર્યાદા હોય એ સંતત્વ છે. આવા સંતનાં સંગમાં રહીએ એ પહેલી ભકિત જેની નજીક જવાથી સંતાપ ઓછો થાય એ સંત…
દુસરી રતી મમ કથા પ્રસંગા-બીજી ભકિત પ્રેમ-ભાવ રામકથાના પ્રસંગમાં ભગવાન રામે શબરીને નવધા ભકિત વિષે વિસ્તૃત છણાવટ કરી હોવાનો પણ ઉલ્લેખ છે. ભગવાન ચરિત્રો ભાવથી સાંભળવા અને તેને જીવનમાં ઉતારવાની નિષ્ઠાપૂર્વક કોશીષ કરવી એ પણ બીજી ભકિત છે.
‘ગુરૂપદ પંકજ સેવા, તીસરી ભકિત અમાન
ચોથી ભકિત મમ ગુનગન, કપટ તજી ગાનપ’
પોતાના ગુરૂની મન, વચન અને કર્મથી અહંકાર છોડીને સેવા કરવી એ ત્રીજી ભકિત ફરી ગુરૂની વ્યાખ્યા તરફ જઈએ તો સંસ્કૃતમાં નગુથ શબ્દનો અર્થ થાય છે અંધકાર અને નરૂથ શબ્દનો અર્થ થાય છે. પ્રકાશ જે અંધકારમાંથી પ્રકાશમાં મૂકીદે, જીવનમાં જે ક્રાંતિ કરે, જીવનને રડતુ મટાડી નાચતુ કરે અને પ્રેમના આંસુ પાડવા માંડે એ ગુરૂ જોકે આપણામાં નશિષ્યત્વથ આવશે ત્યારે નગુરૂથ આપો આપ મળશે. ગોતવા જવાની જરૂર નહિ પડે એ ત્રીજી ભકિત છે.
ચોથી ભકિત વિષે સરળતાથી જોઈએ તો કપટ છોડી સતત-પ્રભુના ગુણગાન ગાયા કરે, કથાઓ કરે, પ્રવચન કરે, ભજન કરે, કિર્તન કરે, એ ચોથી ભકિત છે. જેમાં કહ્યું છે કે ચોથી ભકિત મમ ગુનગન, કપટ તજી ગાન.
મંત્ર જાપ મમ દ્દઢ વિશ્ર્વાસા, પંચમ ભજન સો બેદ પ્રકાશા, છઠ દમ શીલ બિરતી બહુ કરમા, નિરત નિરંતર સજજન ધરમા સાતવા સવ મોહી મય જંગ દેખા, મોતે સંત અધિક કરી લેખા.
પરમાત્માના મંત્રનો વિશ્ર્વાસ પૂર્વક જપ કરવો એ પાંચમી ભકિત છે. પણ એ મંત્ર વૈદિક હોવો જોઈ, શાસ્ત્ર અને સંત જેને સંમતિ આપે એવો મંત્ર હોવો જોઈએ જોકે ભારતીય સંસ્કૃતિમાં ત્રણ વસ્તુને બદલવાની મનાઈ છે. સનાતન ધર્મનો મંત્ર, મૂર્તિ અને માળા પૂર્ણ વિશ્ર્વાસ પૂર્વક જપ થા એ પાંચમી ભકિત અને છઠ્ઠી ભકિત અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, સજજનતા અને સંસ્કારના કામો કરવાની સાથે સાથે તેમાં ગતિ કરવી અને ધીરેધીરે સાંસારિક પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવાની એ છઠ્ઠી ભકિત છે.
જીધરદેખતા હું ઉધર તું હી તું હે:… પરમાત્માનો નશો ચડે અને જયાં જુએ ત્યાં ઈશ્ર્વર દેખાય એ સાતમી ભકિત છે. ભગવાન રામે શબરીને આ ભકિત વિષે એમ પણ કહ્યું કે મારા કરતા પણ મારા ભકતોને સંતોને મહાન માને એ સાતમી ભકિત છે.
આઠવ જથા લાભ સંતોષા: આઠમાં પ્રકારની ભકિત એ છે કે, જેટલુ મળે એમાં સંતોષ માનવો આપણે જે કામ ટુંકમાં નોકરી-ધંધો-વેપાર વગેરે તેમાં જે મળે તે પ્રભુ પાસે મુકી આભાર માનીએ કે હે પ્રભુ તે મારી લાયકાત કરતા પણ વધારે આપ્યું છે. તારો ખુબ ખુબ આભાર એ સંતોષએ આઠમી ભકિત છે.
નવમ સરલ સબસે છલહીના-સરળ નિર્દભ જીવન, છળકપટ વગરનું જીવન અને એક ભરોસો રામનો અને ભરોસો દ્દઢ હોવો જોઈએ. ગંગાસતીએ ભજનમાં કહ્યું છે ને કે હર્ષ અને શોકની નાવે જેને હડકી… આમ દ્દઢ વિશ્ર્વાસ ભરોસો એ નવમી ભકિત… આમ પહેલી ભકિત સતસંગ, બીજી પ્રેમ-ભાવ, ત્રીજી ગુરૂસેવા, ચોથી કપટ રહીત ભગવદ ગુણગાન, પાંચમી ભકિત, મંત્રમાં નિષ્ઠા, છઠ્ઠી અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, સાતમી દરેકમાં ઈશદર્શન, આઠમી જેટલુ મળે તેમાં સંતોષ અને નવમી ભકિત સરળ જીવન, ઈશ્ર્વરનો ભરોસો, હર્ષ શોકથી મૂકિત આ નવમાંથી એક પણ જેનામાં હોય તે મને પ્રિય છે. એવું ભગવાન રામે શબરીને કહ્યું હોવાનો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે.
ગુરૂ ગોતવા જવાની જરૂર નથી શિષ્યત્વ પ્રગટ થાય તો ગુરૂ આપો આપ મળે
‘રામનામ’નો અજંપા જાપ જપતી શબરીની ઝુંપડીએ ભગવાન રામજીએ ‘નવધા ભકિત’ની વાત શબરીને કહી
ભારતીય સંસ્કૃતિમાં ત્રણ વસ્તુઓ બદલવી નિષેધ છે મંત્ર-મૂર્તિ અને માળા જેનો પૂર્ણ વિશ્ર્વાસપૂર્વક જપ કરવો
નશો કરો તો ઈશ્ર્વરનો, એનશો ચડયા પછી બધે એજ દેખાશે પછી તો મુજે મેરી મસ્તી કહા લે કે આઈ