પ્રેમીકાએ અપહરણ ન થયાનું પોલીસમાં નિવેદન આપતા ચકચાર
ચુડા તાલુકાના ભૃગુપુર ગામના લક્ષ્મણ પરમાર અમદાવાદ રહેતી તેની સાળી પાયલ સાથે મૈત્રી કરારથી જોડાયા હતા. લક્ષ્મણના સાસરિયાને આ વાત પસંદ નહોતી. સાસરિયા હેરાન કરતા પાયલ અને લક્ષ્મણ ભૃગુપુર રહેવા આવી ગયા હતા. પાયલના પરિવારજનો ભૃગુપુર આવી ઘાક, ધમકીઓ આપી તેની માતા પ્રેમબેનને માર માર્યો હતો. 7 દિવસ પહેલાં લક્ષ્મણનો સાઢુ ચેતન પાયલનું અપહરણ કરી ગયો.
સાસરિયા પક્ષનો ત્રાસથી કંટાળીને ગુરૂવારે લક્ષ્મણ અને પ્રેમબેનને ફાંસો લગાવી આપઘાત કરી લીધો. શુક્રવારે પ્રેમબેનના ભત્રીજા કનુ પારઘીએ પણ લક્ષ્મણના સાસરિયાના ડરથી ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. 1 પરિવારના 3 સભ્યોની દફનવિધિ જોઈ ગ્રામજનો હીબકે ચડ્યા હતા.3 લોકોના મોતના જવાબદાર 12 શખસ સામે ટપુભાઈ પારઘીએ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કરણ કિશોર વાઘેલા, કિર્તી રમેશ પરમાર, કોમલ કરણ વાઘેલા, ભાવેશ કિશન રાઠોડ અને કિશોર અરજણ વાઘેલાને ઝડપી પાડ્યા હતા. બાકીના 7 આરોપીને પકડવા તજવીજ તેજ કરી દીધી છે. શનિવારે અપહરણ થયેલી પાયલને પોલીસ શોધી પાડી હતી.
આ અંગે ડીવાયએસપી સી.પી.મુંધવાએ જણાવ્યું હતું કે પાયલે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જાહેર કર્યું કે તેનું અપહરણ થયું નહોતું તે તેની મરજીથી ગઈ હતી. મૈત્રી કરાર બાબતે પરિવારજનો મને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પરિવારજનોએ લક્ષ્મણ કે તેની માતા પ્રેમબેનને માર માર્યો નહોતો. પોલીસને આપેલી અરજી અંગે કાર્યવાહી નહીં કરાયાનો લક્ષ્મણના પરિવારજને આક્ષેપ કરાયો હતો તેનું ખંડન કરતા પાયલે જણાવ્યું હતું કે તેને અને લક્ષ્મણને પરિવારજનો માર મારશે તેવો ભય હતો એટલે તેમને અરજી કરી હતી પરંતુ એવું કશું બન્યું નહોતું. પાયલે ભવિષ્યમાં માતાપિતા સાથે રહેવાની ઈચ્છા જાહેર કરી છે. પાયલને નિવેદન નોંધવા કોર્ટ સમક્ષ રજૂ કરાઈ છે.